Home ગુજરાત ઉત્તર ગુજરાત સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડા પાસે બસ પલટી જતાં કંડક્ટરનું મોત, 35 મુસાફરો થયા...

સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડા પાસે બસ પલટી જતાં કંડક્ટરનું મોત, 35 મુસાફરો થયા ઘાયલ

56
0

સિદ્ધપુર-ઊંઝા હાઇવે ઉપર બ્રાહ્મણવાડા નજીક એસટી બસનું સ્ટિયરિંગ લોક થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં ચોકડીમાં પલટી મારી જતાં 35થી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી હતી. ઘટના સ્થળે બસના કંડક્ટરનું મોત થયું હતું. પાલનપુરથી છોટાઉદેપુર તરફ મુસાફરો ભરી જઈ રહેલ એસટી બસનું રાત્રે આસપાસ સ્ટિયરિંગ લોક થતા સિદ્ધપુર ઊંઝા હાઇવે ઉપર બ્રાહ્મણવાડા ગામ નજીક બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો છે.

બસ પલ્ટી મારતાં અંદર સવાર મુસાફરોનીભયજનક બૂમાબૂમ અને બસના ધડાકાભેર અવાજ રસ્તા પર ગુંજી ઉઠ્યો હતો. અક્સ્માતમાં એક પુરુષનું મોત તેમજ 35 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી હતી.રસ્તા પર પસાર થતા વાહન ચાલકો બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 2 એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનોમાં તાત્કાલિક ઈજાગ્રસ્ત મુસાફરોને સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

10 જેટલા મુસાફરોની ગંભીર હાલત હોય વધુ સારવાર માટે ધારપુર ખસેડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ​​​​​​​અકસ્માતના પગલે સિદ્ધપુર ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.​​​​​​​ અકસ્માતમાં બસના ડ્રાઈવર ભુપતભાઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બસનું અચાનક સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું જેથી બસ કાબુમાં ના રહી અને પલટી મારી ગઈ છે. વધુ કંઈ જણાવ્યું ન હતું. પાલનપુર છોટાઉદેપુર બસમાં 40 જેટલા મુસાફરોહતા.જેમાં અંબાજીથી યાત્રા કરીને આવી રહેલા યાત્રાળુઓ, પાલનપુર શહેરમાંથી મુસ્લિમ સમાજના લોકો વધુ હતા. અન્ય છોટાઉદેપુરના પણ મુસાફરો બેઠેલા હતા તેવું જાણવા મળ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા, માતાજીનાં વર્ચ્યુઅલ થયા દર્શન
Next articleપાટણમાં એક દુકાનદાર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે દુકાન બંધ કરવા મામલે ઉગ્ર બોલા ચાલી મામલો સામે આવ્યો