Home ગુજરાત ઉત્તર ગુજરાત સિદ્ધપુરમાં થર્ટી ફર્સ્ટને લઈ સઘન પોલીસ ચેકિંગમાં ગાંજો ઝડપાયો, 1,11,590નો મુદ્દામાલ જપ્ત

સિદ્ધપુરમાં થર્ટી ફર્સ્ટને લઈ સઘન પોલીસ ચેકિંગમાં ગાંજો ઝડપાયો, 1,11,590નો મુદ્દામાલ જપ્ત

9
0

(જી.એન.એસ) તા.૨૭

પાટણ,

પાટણમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. સિદ્ધપુરમાં પોલીસના સઘન ચેકિંગમાં ગાંજો ઝડપાયો. પાટણ માં થર્ટી ફસ્ટ ની ઉજવણી ને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. સિદ્ધપુર માં પોલીસના સઘન ચેકિંગમાં ગાંજો ઝડપાયો. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં પ્રતિબંધિત દારૂનું ધૂમ વેચાણ થવાની આશંકાએ પોલીસે તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. દરમ્યાન અત્યારે શહેરના અને શહેર બહાર જતા માર્ગો પરના તમામ વાહનોનું ચેકિંગ કરાય છે. પોલીસ દ્વારા કરાયેલ વાહન ચેકિંગમાં લીલો ગાંજો ઝડપાયો. આ મામલે પોલીસે મુદામાલ જપ્ત કરતાં વાહનચાલકોની ધરપકડ કરી. ક્રિસમસ તહેવારના અંતિમ દિવસે રાજ્યમાં અનેક સ્થળો પર ધામધૂમથી પાર્ટી કરવામાં આવે છે. થર્ટી ફર્સ્ટ પર થતી પાર્ટીઓમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને માટે પોલીસ તંત્ર સક્રિય થયું છે. પાર્ટીઓમાં યુવાનો દારૂ ઢીંચી બેફામ વાહન ચલાવતા અકસ્માત સર્જે છે તો ક્યાંક યુવતીઓને ડ્રિંક્સમાં ડ્રગ આપી તેમની સાથે દુષ્કર્મ આચરવા જેવા કિસ્સા બનતા હોય છે. સિદ્ધપુર પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને માટે કડક ચેકિંગ હાથ ધર્યું. હાલમાં અમદાવાદ જેવા મોટા શહેરો ઉપરાંત હવે નાના શહેરોમાં પણ થર્ટી ફસ્ટની પાર્ટીનું ચલણ વધ્યું છે. અને આથી જ પોલીસે વધુ સતર્કતાના ભાગરૂપે વાહનો તેમજ શંકાસ્પદ સ્થાનો પર ચેકિંગ હાથ ધર્યું. દરમ્યાન પોલીસને બે બાઈક ચાલકો શંકાસ્પદ લાગતા તેમને રોકવામાં આવ્યાં હતા. પોલીસને શંકા પડતા ઇસમોની તલાસી લેવામાં આવી. અને આ તલાસીમાં પોલીસને બે ઇસમો પાસેથી 5 કિલોથી વધુનો ગાંજો મળ્યો. પોલીસે ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી. બંને આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,11,590નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતાં તેમના નામ વિપુલ લક્ષ્મણ પારધી અને રામુ મોટારામ હોવાનું સામે આવ્યું. બંને આરોપીઓએ કબૂલાત કરી કે ગાંજાનો જથ્થો સિધ્ધપુરના મહંમદ છુવાળાએ મંગાવ્યો હતો. આ હકીકત સામે આવ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field