સિધ્ધપુર જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવતા વેપારીનું બળજબરી પૂર્વક અપરણ કરી આબુરોડ ખાતે લઈ જઈ નાણાંકીય લેવડ દેવડ મામલે મૂઢ માર મારી હુમલો કરતા ગંભીર ઘાયલ થતાં તેઓને આબુરોડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાંથી બેભાન અવસ્થામાં સિદ્ધપુર લાવી સારવાર હાથ ધરવામાં આવી છે. તેઓ હજુ ભાનમાં આવ્યા નથી. પરંતુ મુંબઈના વ્યક્તિના રૂપિયા અઢી લાખ માટે મુંબઈના ચાર ઇસમો દ્વારા તેમને ફેક્ટરી પરથી ઉઠાવી આબુરોડના ફાર્મ હાઉસમાં લઈ જઈ મારઝૂડ કરાયાની ફરિયાદ દાખલ થતા સિદ્ધપુર પોલીસે હુમલાખોરોની તપાસ હાથ ધરી હતી. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખાનગી નોકરી કરતા વિશ્વ નિખિલભાઈ જોષીના પિતાની સિધ્ધપુર જીઆઇડીસી ખાતે ક્રિસ્ટલ પ્લાસ્ટિક ફેક્ટરી આવેલી છે.
સાંજે નિખિલભાઇ નો ફોન તેમના દીકરા વિશ્વને આવતા તેમણે રોમીલ પટેલ તથા તેના માણસો લક્ષ્મણ અને દિનેશ ફેક્ટરીએથી તેઓની ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડી આબુરોડ રાજસ્થાન ખાતે એક ફાર્મ હાઉસ ખાતે લાવેલ છે અને દિપેન પટેલ રહે, મુંબઈવાળાના રૂ. અઢી લાખ હાલને હાલ લઇને આબુરોડ ખાતે આવવા કહ્યું હતું. આ લોકો મને મારી નાખે તેમ છે. જેથી તું પૈસાની વ્યવસ્થા કરી આબુરોડ ખાતે આવવા જણાવ્યા પછી રોમીલ પટેલના ફોન આવવા ચાલુ થયેલ અને તેણે તારા પપ્પાને જીવતા જોઈતા હોય તો દિપેનભાઈના અઢી લાખ રૂપિયા આપીદે નહિતર જાનથી મારી નાખીશું તેવું જણાવતાં વિશ્વ બહેન તથા ફોઈના દીકરા પૂર્વેશ પ્રદીપભાઈ જોષી રહે, અમદાવાદ તથા મોટા બનેવી રાજેન્દ્રકુમાર જોષી રહે, પાલનપુર હનુમાન ટેકરી સાથે સિધ્ધપુર ખાતે ફેક્ટરીએ ગયેલ.
નિખિલ જોષી ન હોય આબુરોડ ગયેલ તે દરમ્યાન આબુરોડ ગ્લોબલ હોસ્પિટલ ખાતેથી તમારા પપ્પાને અહીં દવાખાને દાખલ કરેલ છે. તેવો ફોન આવતાં ત્યાં પહોચતા તેના પિતા ટ્રોમા સેન્ટરમાં દાખલ હતા. અને તેના આખા શરીરે ઢોર મારની ઇજાઓ હતી. બેભાન હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવી સારવાર ચાલુ કરી હતી.
આ અંગે વિશ્વ જોષીએ તેના પિતા તથા દિપેનભાઈ પટેલ રહે, મુંબઈ શાન્તાક્રુઝ વચ્ચે ધંધાકીય લેવડ-દેવડ હોઇ અને તેના પિતાને દિપેનભાઈને કંઈક પૈસા આપવાના નીકળતા હોઇ જેના કારણે આ દિપેનભાઈ પટેલના મળતીયા માણસો રોમીલ પટેલ રહે, અમદાવાદ તથા લક્ષ્મણ તથા દિનેશ નામના માણસોએ અપહરણ કરી આબુરોડ ખાતે ફાર્મ હાઉસ ખાતે લઈ જઈ શરીરે પાઇપ તથા ધોકા જેવા હથિયારો વડે માર મારતા નાકના ભાગે ફ્રેક્ચર સહિત અન્ય ઇજાઓ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ ચલાવતા પીએસઆઇ પીએમ બોડાણાએ જણાવ્યું હતું કે પૈસાની લેતી દેતીનો મામલો છે. હુમલાખોરો ફરાર છે. તેઓને શોધ ખોળ ચાલી રહી છે. ઇજાગ્રસ્ત હજુ ભાનમાં આવ્યા નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.