(GNS).24
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો કરીને ટૂંક સમયમાં જ ભારત જવા રવાના થશે. જે છાપ પીએમ મોદીએ પોતાની મુલાકાતે છોડી છે તેને ઓસ્ટ્રેલિયા લાંબા સમય સુધી યાદ રાખશે. ‘વિશ્વ નેતા’ મોદીએ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં પગ મૂકતાં જ 20,000થી વધુ લોકોએ મોદી-મોદીના નારા લગાવીને ભારતના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વિદેશની ધરતી પર ભારત માતાના નારા ગુંજતા થઈ રહ્યા હતા અને ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ દ્રશ્યને બીજા દિવસની હેડલાઈન બનાવીને અખબારોમાં પ્રકાશિત કરી હતી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું- મોદી બોસ છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ પણ પીએમ મોદીની આ મહત્વપૂર્ણ મુલાકાતને ફ્રન્ટ પેજ પર પ્રકાશિત કરી છે. કેટલાકે લખ્યું બોસ પીએમ મોદીની સ્ટાઈલથી કન્વીન્સ થઈ રહ્યા છે તો કેટલાકે લખ્યું કે મોદીએ સિડનીને હચમચાવી નાખ્યું.
પીએમ મોદીએ બુધવારે સિડનીમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ અને ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા સાથે પણ બેઠક કરી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા મંત્રણા બાદ બંને દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. બંને દેશો વચ્ચે થયેલા કરારોમાં આર્થિક અને ઉર્જા ક્ષેત્રે સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે મંદિરો પર હુમલાને સ્વીકારતા નથી. ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ અંગે અમે પહેલા પણ વાત કરી હતી અને આજે પણ વાત કરીએ છીએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને તેમના વિચારો કે કાર્યો દ્વારા નુકસાન પહોંચાડવું કોઈપણ તત્વને સ્વીકાર્ય નથી. માહિતી આપતાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે, મંદિરો પર હુમલાને લઈને તમામ સંભવિત કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
પીએમ મોદીએ આ વર્ષે ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને તમામ ઓસ્ટ્રેલિયન ચાહકોને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમે કહ્યું કે આ ખાસ અવસર પર ક્રિકેટની સાથે તમને દિવાળીની ચમક અને ધૂમ ધામ પણ જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.