Home દેશ સિંધુનો સંકલ્પ: નવી સિઝનમાં વર્લ્ડ નંબર વન બનવું જ છે

સિંધુનો સંકલ્પ: નવી સિઝનમાં વર્લ્ડ નંબર વન બનવું જ છે

371
0

(S.yuLk.yuMk)નવી દિલ્હી,íkk.29
ઑલિમ્પિક્સની સિલ્વર-મેડલિસ્ટ અને ભારતની ટોચની બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અત્યારે વિશ્ર્વભરની મહિલા બૅડ્મિન્ટન પ્લેયરોમાં ત્રીજા નંબરે છે અને તેણે સંકલ્પ કર્યો છે કે નવી સિઝનમાં તે નંબર વન થઈને રહેશે.
થોડા મહિના પહેલાં સિંધુ વર્લ્ડ નંબર ટૂ હતી, પણ પછીથી ત્રીજા નંબર પર ધકેલાઈ ગઈ હતી. તેણે અહીં પ્રીમિયર બૅડ્મિન્ટન લીગ (પીબીએલ)માં ચેન્નઈ સ્મૅશર્સને મુંબઈ રૉકેટ્સ સામે ૪-૩થી જીત અપાવ્યા પછી કહ્યું હતું કે ‘મારે આગામી સિઝનમાં નંબર વન બનવું જ છે, પણ રૅન્ક સુધારવા હું કંઈ ચિંતામાં નહીં રહું અને કંઈ મારી ઊંઘ પણ નહીં બગાડું. સતત સારું રમીશ તો આપોઆપ પ્રથમ નંબર પર આવી જઈશ.’
સિંધુએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘સંઘર્ષના સમયકાળમાંથી બહાર આવવામાં મને મારા મમ્મી-પપ્પાનો જે સપોર્ટ મળ્યો હતો એ હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. એ સપોર્ટની કોઈ તુલના થઈ શકે એમ નથી. હું જ્યારે પણ કંઈક ઇચ્છતી હતી કે ક્યાંક જવા માગતી હતી ત્યારે તેમણે મને રોકી નહોતી. મને પૂરો ટેકો આપ્યો હતો. મારા મમ્મી-પપ્પાએ મારા માટે જે બલિદાન આપ્યું છે એ અતુલ્ય છે. હું તેમની પુત્રી હોવા બદલ પોતાને નસીબદાર માનું છું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆનંદે રિયાદમાં જીતી વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ
Next articleહું આખી ફિલ્મની જવાબદારી મારા ખભા પર લેવા માગતી નથીઃ તબ્બુ