Home ગુજરાત સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે

સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે

20
0

(જી.એન.એસ),તા.૧૨

અમરેલી

આજે દિવાળીનો પર્વ છે. સૌ કોઈ ધામધૂમથી દિવાળી ઉજવણી કરતા હોય છે. જોકે, આ પર્વની ઉજવણીમાં મોટેભાગે બધા ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરતા હોય છે. પરંતુ ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં દિવાળીની રાત્રે સર્જાય છે યુદ્ધના દ્રશ્યો. સામ સામે ફેંકવામાં આવે છે આગના ગોળા. આજકાલથી નહીં દાયકાઓથી ચાલી આવે છે આ અનોખી પરંપરા….ચીકુ જેવા ખાસ ફળમાં દારૂખાનું ભરીને પછી સામસામે ફેંકવામાં આવે છે. આગના ગોળાથી આકાશમાં આતિશબાજી જામે છે. આ દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી લોકો પણ અહીં આવે છે.  અહીં વાત કરવામાં આવી રહી છે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલાં સાવરકુંડલા તાલુકાની. જ્યાં છેલ્લાં છ દાયકાથી અનોખી રીતે દિવાળી ઉજવવામાં આવે છે. દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે. જ્યારે સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે.

દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને છરી વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભુકકીને મિક્સ કરીને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. પછી તેના કાઢીની દિવેટ લગાવાય છે. તેને સળગાવવાથી ઈંગોરિયા બને છે જેને સામસામે ફેંકવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથીએ કાણું બંધ કરી દેવાય છે. અને તેને સૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય છે. જેને દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે.  જો કે હવે ઇંગોરીયાના વૃક્ષ ઘટી ગયા હોઈ. તેના સ્થાને યુવાનો કોકડાથી આ અનોખી આતશબાજી કરે છે. ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે. ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં હવે પહેલી વાર જાહેરમાં થુંકતા ઝડપાય તો 100 રુપિયા અને બીજી વાર થુંકતા ઝડપાય તો 250 રૂપિયાનો દંડ
Next articleમોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા તટે દિવાળી ઉજવવા આવી પહોંચ્યા