Home ગુજરાત સાળંગપુર હનુમાનજી મંદિરે 2023 વર્ષના પ્રથમ દિવસે હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો

સાળંગપુર હનુમાનજી મંદિરે 2023 વર્ષના પ્રથમ દિવસે હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો

30
0

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર જામ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો 2023ની શરૂઆતના પ્રથમ દિવસે દાદાના અદ્ભુત દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રિસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. 2023ના નવા વર્ષનો પ્રથમ દિવસ અને સાથે ધનુર્માસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના દર્શન કરવા ભક્તો મંદિર ખાતે પહોંચી રહ્યા છે.

જેને લઈ હાલ મંદિર બહાર દર્શન કરવાની ભીડ જામી છે અને ખુબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. હનુમાનજી દાદાને વિશેષ હિમાલયની ઝાંખી કરાવતા હોય તેવો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે અલોકીક મુદ્રામાં દાદાના દર્શન કરી ભક્તો પણ ધન્યતાની લાગણીની અનુભૂતિ કરતા હોય છે.

ત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગરમાં રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં
Next articleગાંધીનગરનાં ઈન્ફોસિટીમાં 3 શખ્સોએ સંચાલકને ફિલ્મી ઢબે દોડાવી દોડાવીને ઢોર માર માર્યો