Home ગુજરાત ગાંધીનગર સારવારની આડમાં માનવજીંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃતિને કોઇપણ...

સારવારની આડમાં માનવજીંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની ગુનાહિત પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

8
0

(જી.એન.એસ) તા.૩૦

ગાંધીનગર,

PMJAY- મા યોજનાના સંચાલનમાં કોઈ પણ ત્રુટીઓ રહી ન જાય તે પ્રમાણે કામગીરી હાથ ધરવા મંત્રીશ્રીની સૂચના PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે  કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે સ્ટેટ એન્ટી ફ્રોર્ડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરવામાં આવશે : નવી ટીમ તૈયાર કરી હોસ્પિટલોની સમયાંતરે વિઝિટ કરાવીને રિપોર્ટ મંગાવવામાં આવશે વિવિધ પ્રોસીજરમાં વપરાતા સ્ટેન્ટ અને ઇમ્પલાન્ટસના ક્વોલિટી અંગે તપાસ કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવાશે •એન્જીયોગ્રાફી (CAG)  &  એન્જીયોપ્લાસ્ટી (PTCA) પ્રોસીજરની વિગતો દર્શાવતી સીડી (CD) ફરજીયાત પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે.આ પ્રોસીજરની સીડી (CD) અપલોડ માટેનું સોફટવર અંતિમ તબક્કામાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY- મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી શ્રીએ PMJAY- મા યોજનાની સમગ્ર કામગીરી, વ્યવસ્થાપન, પ્રિ-ઓથ જનરેશન થી લઇ  ક્લેઇમ એપ્રુવલ સુધીની તબક્કાવાર પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઇ પણ હોસ્પિટલ , સારવારની આડમાં માનવજીંદગી સાથે ચેડા કરતા ડોક્ટર કે હોસ્પિટલની આ ગેરરિતીને કોઇપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રકારની પ્રવૃતિ કરતા લોકો સામે કડકમાં કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવશે. PMJAY- મા યોજનાના પ્રવર્તમાન માળખા,વ્યવસ્થાપન અને કામગીરીને સધન અને સુદ્રઢ બનાવવા તેમજ સિસ્ટમમાં કોઇપણ નાની-મોટી ત્રુટીઓ રહી ન જાય તે પ્રમાણેની કામગીરી હાથ ધરવા મંત્રી શ્રી એ આપી છે.મંત્રી શ્રી એ વધુમા જણાવ્યુ કે,PMJAY- મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે  કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. સ્ટેટ એન્ટી ફ્રોર્ડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરવા આવશે . તેમજ નવી  ટીમ તૈયાર કરી હોસ્પિટલોની વિઝિટ કરાવવામાં આવશે અને વિઝિટ રિપોર્ટ મંગાવવામાં આવશે. નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ (NAFU)ને જાણ કરીને રાજ્યની જરૂરિયાત મુજબના સુધારા Triggers માં કરાવવામાં આવશે. વધુંમા વિવિધ પ્રોસીજરસમાં વપરાતા સ્ટેન્ટ અને ઇમ્પલાન્ટસના ક્વોલિટી અંગે તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એન્જીયોગ્રાફી (CAG)  &  એન્જીયોપ્લાસ્ટી (PTCA) પ્રોસીજરની વિગતો દર્શાવતી સીડી (CD) ફરજીયાત પોર્ટલમાં  અપલોડ કરવાની રહેશે. ઉક્ત પ્રોસીજરની સીડી (CD) અપલોડ માટેનું સોફટવર અંતિમ તબક્કામાં છે. જે ટુંક સમયમાં કાર્યરત થશે. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી/ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વ્રારા મહિનામાં ઓછામાં ઓછી ૨(બે) હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. હોસ્પિટલોની કામગીરી મૂલ્યાંકન આધારિત ગ્રેટેશન કરવામાં આવશે . PMJAY યોજના સંલગ્ન હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી ખાસ પ્રકારની સારવાર માટે દર્દી અને તેઓના સગાને સારવારની વિગતવાર સમજણ આપી તેઓની સંમતિ ઓડિયો-વિડિયો માધ્યમથી ફરજીયાત લેવાની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪’નો પ્રારંભ
Next articleગુજરાત વિદ્યાપીઠ અને ‘શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ,નવી દિલ્હી’ના સંયુક્ત ઉપક્રમે ‘જ્ઞાનકુંભ-૨૦૨૪’ દ્વિદિવસીય જ્ઞાનગોષ્ઠીનું આયોજન