ગુજરાત વિધાનસભા ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ યોજાયો
રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યશ્રીઓ તેમજ તમામ ધારાસભ્યશ્રીઓએ સાયબર અવેરનેસ નાટક નિહાળ્યું
(જી.એન.એસ),તા.૨૯
ગાંધીનગર,
વિધાનસભા ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મંત્રી મંડળના તમામ સભ્યશ્રીઓ તેમજ તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? અને સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો શું કરવું? તે અંગે માર્ગદર્શન આપતું એક ગુજરાતી નાટક ‘સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં’ ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ નાટકના માધ્યમથી વર્તમાન સમયમાં ગુનેગારો દ્વારા જે જે મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે તે અંગે સૌ ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓને માહિતગાર કર્યા હતા.
સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ સંદર્ભે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે વિધાનસભા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ જનપ્રતિનિધિઓને પણ પોતાના વિસ્તારમાં જનજાગૃતિ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.