સુરતની બ્લ્યૂ કલરની સિટી બસમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, બસમાં સવાર 27 મુસાફરોનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો. સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી. આ દરમિયાન સાયણ ખાતે આવેલી ડીઆરજીડી હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યાં હતાં.
જેથી ડ્રાઈવરે સમયસૂચકતા દર્શાવીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતાં. બાદમાં આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી. પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઉભો કરાયેલો હતો. તેમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો.
સુરતથી નીકળેલી બસમાં સાયણ સુધીમાં 27 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતાં. જો કે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો હતો. જેથી મુસાફરો અને સ્થાનિક લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.બસમાં આગ લાગવાની ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. બસમાં આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી.
ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાયણ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગવાનો કોલ મળતાં જ ટીમ પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. આગ પર કાબૂ મેળવી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.