Home ગુજરાત સામ્યવાદી વિચારધારા વાળા લોકો ભાજપને નુકશાન કરવા લેક્ચર કાર્યક્રમ થયું રદ

સામ્યવાદી વિચારધારા વાળા લોકો ભાજપને નુકશાન કરવા લેક્ચર કાર્યક્રમ થયું રદ

37
0

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફરીથી વિવાદમાં આવી છે. ફેકલ્ટીમાં ‘પોલીટીકસ ઓફ જેન્ડર, જેન્ડર ઓફ પોલીટીકસ’ વિષયે લેકચરનું આયોજન કરાયું હતું. જાેકે કાર્યક્રમને પગલે વિવાદ થાય તેમ હોવાથી યુનિવર્સિટી સત્તાધીશોએ કાર્યક્રમ કેન્સલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા સામ્યવાદી વિચારધારા વાળા લોકો ભાજપને નુકશાન કરવા કાર્યક્રમનું આયોજન કર્યું હોવાના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આક્ષેપો કર્યા હતા.

ફેકલ્ટીના ડીન જયરામ પોંડવાલે લેકચરનું આયોજન ફેકલ્ટીના ઓડીટોરીયમ ખાતે ૧૪ સપ્ટેમ્બરે કર્યું હતું. જેમાં આર્ટસના પોલીટીકલ સાયન્સ વિભાગના અધ્યાપિકા લાજવંતી ચટ્ટાણી વિષયગત લેકચર આપવાના હતા. જાેકે તે પહેલા જ વિવાદ થયો હતો. સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ જણાવ્યું કે, જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કેમ કાર્યક્રમ ના રખાયો? વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને નુકશાન કરવા સામ્યવાદી વિચારધારાના લોકોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

વીસીને જાણ કરાતા તેમણે કાર્યક્રમ કેન્સલ રાખવા સૂચના આપી હતી. લાજવંતિ ચટ્ટાણી અગાઉ પણ આ કાર્યક્રમના પગલે વિવાદમાં આવી ચૂકયા છે અને કાર્યક્રમ કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. પોલીટીકસ ઓફ જેન્ડર, જેન્ડર ઓફ પોલીટીકસના લેકચરના પગલે વિવાદ થવાની વકીથી સિન્ડિકેટ સભ્યે ફરીયાદ કરતાં સત્તાધીશોએ કાર્યક્રમ કેન્સલ કર્યો હતો. જાેકે સત્તાધીશોને આ વિશે પૂછવામાં આવતા તેમણે આ મુદે નિવેદન કરવાનું ટાળ્યું હતું.

ફાઇન આર્ટસ ફેકલ્ટી સામે વારંવાર આક્ષેપો થતાં રહે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આવા કાર્યક્રમનું આયોજન વિવાદસ્પદ બને તેમ હતું. સિન્ડિકેટ સભ્યની ફરીયાદથી સત્તાધીશોએ જ વિવાદ ટાળવા કાર્યક્રમ કેન્સલ કરાવ્યો હતો. મને વિદ્યાર્થીઓએ આમંત્રણ આપ્યું હતું. મને કહેવામાં આવ્યું કે કાર્યક્રમ કેન્સલ છે જેથી હું કાર્યક્રમ ગઇ નથી. મને બીજી કોઇ બાબત વિશે ખબર નથી. 

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં પરિણીતાને પાડોશી યુવક સાથે થયો પ્રેમ, ફોટો વાઇરલની ધમકી આપી શારીરિક સંબંધ માટે દબાણ કર્યું
Next articleએનએસયુઆઈના નવા સંગઠનમાં પણ હાર્દિક પટેલના જૂથનો દબદબો રહેતાં અનેક કાર્યકરોમાં નારાજગી