Home ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં UGVCL દ્વારા 14-20 ડીસેમ્બર સુધી વીજ બચત સપ્તાહની ઉજવણી

સાબરકાંઠા જિલ્લામાં UGVCL દ્વારા 14-20 ડીસેમ્બર સુધી વીજ બચત સપ્તાહની ઉજવણી

34
0

સાબરકાંઠા જિલ્લામાં UGVCL દ્વારા 14 થી 20 ડીસેમ્બર સુધી વીજ બચત સપ્તાહની ઉજવણી થઇ રહી છે. વીજ બચત સપ્તાહ દરમિયાન હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને તલોદમાં જાગૃતિ રેલી, ચિત્ર સ્પર્ધા અને વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હિંમતનગરની UGVCL કચેરીથી વીજ બચત સપ્તાહને લઈને કચેરીથી સુત્રોચ્ચાર કરતી અધિકારીઓની આગેવાનીમાં કર્મચારીઓ સાથેની જાગૃતિ રેલી યોજાઈ હતી.

તો આ અંગે UGVCLના ડીઈ વિકાસ બારોટે જણાવ્યું હતું. વીજ બચત સપ્તાહ અંતર્ગત જિલ્લામાં વિવિધ કચેરીઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હિંમતનગરની UGVCL સર્કલ અધિક્ષક ઈજનેર જી.જે.ધનુલાની આગેવાની અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સુત્રોચ્ચાર કરતા અને પ્લેકાર્ડ સાથેની વીજ જાગૃતિ રેલી યોજાઈ હતી. જે રેલી કચેરીથી નીકળી હતી અને શહેરના માર્ગો પર ફરીને ટાવર ચોક પહોંચી હતી.

જ્યાંથી પરત બજારના માર્ગે કચેરીમાં ફરી હતી. આ ઉપરાંત ગાંભોઈ કચેરીમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજમાં અવર ઓન હાઇસ્કુલમાં વીજ બચત વિષય પર ચિત્રસ્પર્ધા જેમાં 70 વિધાર્થીઓ ભાગ લીધો હતો. તો ઇડર, તલોદ, પ્રાંતિજમાં સપ્તાહ દરમિયાન જાગૃતિ રેલી, વ્રુક્ષારોપણ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field