Home ગુજરાત સાબરકાંઠાસ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ, થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

સાબરકાંઠાસ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ, થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

6
0

(જી.એન.એસ) તા૧૬

સાબરકાંઠા,

સાબરકાંઠામાં સ્ટેટ હાઈવે પર પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સાબરકાંઠામાં સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મોડી રાત્રે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ અને દર્દીની મુશ્કેલી વધી. લાંબા સમયથી આ હાઈવે પર બાયપાસ રોડની માંગ કરવામાં આવી છે. છતાં આ માંગ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠાથી ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ટ્રાફિક ભાર વધ્યો છે. ગત મોડી રાત્રે સ્ટેટ હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક ચક્કાજામ રહ્યો, જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ. માંડ માંડ આ એમ્બ્યુલન્સને લોકોએ રસ્તો આપતા દર્દીને સારવારમાં વિલંબ થયો છતાં ડોક્ટરના પ્રયાસથી સ્થિતિ નિયંત્રણમાં આવી. ઇડર શહેરના સ્ટેટ હાઈવે પર ટ્રાફિક ભારણ વધતા બાયપાસ રોડની માંગ કરવામાં આવી. આ હાઈવે પર અનેક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેના કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગત મોડી રાત્રે આ સ્ટેટ હાઇવે પર થયેલ જામમાં ફસાયેલ એમ્બ્યુલન્સને રોંગ સાઈડમાં જગ્યા આપી બહાર કાઢવામાં આવી હતી. એક વાહન ચાલકે બેરિકેટ હટાવી એમ્બ્યુલન્સ માટે રસ્તો કર્યો. ત્યારે સવાલ એ થાય કે જો લોકોએ સમજદારીથી કામ ના લીધું હોત તો એમ્બ્યુલન્સના દર્દીને સારવાર ના મળી શકત, અને કેટલાક સંજોગોમાં દર્દીનું મૃત્યુ પણ સંભવી શકત. સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા રોડની કામગિરી દરમ્યાન કોઈ રિફલેક્ટર લગાવાયા નથી. ફક્ત શહેરોમાં જ નહી પરંતુ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા વધી છે, છતાં પણ ટ્રાફીક સમસ્યાને લઈ સ્થાનિક પોલીસ અને તંત્ર પણ કુંભકર્ણ નિંદ્રામાં છે અને અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ ગયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field