(જી.એન.એસ) તા.૩
સાબરકાંઠા,
સાબરકાંઠાના બીઝેડ ગ્રુપના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજ તાલુકાના સુરેશભાઈ વણકરે ફરિયાદ નોંધાવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ગઇકાલે સીઆઇડીની ટીમ પ્રાંતિજમાં તપાસ માટે આવી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 6,000 કરોડના સ્કેમના મોરચે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે તેની સાથે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ પાસે તપાસ કરાવવા માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ ફ્રોડ ભાજપ સાથે જોડાયેલો હતો. સાબરકાંઠાના બીઝેડ ગ્રુપના કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજ તાલુકાના સુરેશભાઈ વણકરે ફરિયાદ નોંધાવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ગઇકાલે સીઆઇડીની ટીમ પ્રાંતિજમાં તપાસ માટે આવી હતી. આમ બીઝેડ ગ્રુપ સામે પહેલા રોકાણકારે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. બીઝેડ કૌભાંડ મામલે સીઆઇડીની ચાર ટીમ બનાવવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ પ્રતિ દિન આ કૌભાંડનું અપડેટ રજૂ કરે છે. બીઝેડના કૌભાંડના સંદર્ભમાં પ્રાંતિજમાં અત્યાર સુધીમાં એક જ વ્યક્તિનું નિવેદન લેવામાં આવ્યું છે. અરજદારે પત્નીના રૂપિયા સાડા ચારલાખનુ રોકાણ કર્યુ હતું. ગુજરાતમાં પ્રથમ ફરિયાદ નોંધાતા અન્ય અરજદારો પણ હવે બીઝેડ ગ્રુપ સામે અને ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી સંભાવના છે. અરવલ્લીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જમીન મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ બે હેક્ટર જમીન ખરીદી હતી. 2023ના વર્ષમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આ જમીનનો દસ્તાવેજ થયોછે. આ દસ વીઘા જમીન કરોડો રૂપિયામાં રાખવામાં આવી હતી. તલાટીના જણાવ્યા મુજબ ખાતા નંબર 378માં સર્વે નંબર 1,82,183માં જમીન રાખવામાં આવી છે. રોકાણકારોના રૂપિયાનું સતત છેલ્લા એક વર્ષથી આ રીતે રોકાણ કરવામાં આવ્યા છે. બીઝેડ ગ્રુપના છ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આ રીતે જુદી-જુદી મિલકતોમાં કરવામાં આવ્યું છે. બીજી બાજુએ કૌભાંડનો પર્દાફાશ થતાં સીઇઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.