Home ગુજરાત ઉત્તર ગુજરાત સાબરકાંઠામાં ઇલોલ રોડ પર અકસ્માતમાં બાઇકચાલકનું મોત

સાબરકાંઠામાં ઇલોલ રોડ પર અકસ્માતમાં બાઇકચાલકનું મોત

21
0

(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય)તા.13

સાબરકાંઠા,

સાબરકાંઠાના ઇલોલ રોડ પર એક અકસ્માત થયો હતો જેમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હોવાનું મનાય છે. વાહનની ટક્કરના લીધે બાઇક ચાલક નીચે પટકાયો હતો અને તેના લીધે તેનું મોત થયું હતું. સાબરકાંઠાના ઇલોલ રોડ પર અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હોવાનું મનાય છે. વાહનની ટક્કરના લીધે બાઇક ચાલક નીચે પટકાયો હતો અને તેના લીધે તેનું મોત થયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ બાઇક ચાલકને બચાવવાપ્રયત્ન કર્યો હતો અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલા ચાલકને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.  પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ સીસીટીવીની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠા રોડ પર બેફામ ચાલતા વાહનો જાણે હરતાફરતા યમદૂત બની ગયા છે. તેના લીધે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થયો છે. હોસ્પિટલો અને તેમા પણ ખાસ કરીને ઓર્થોપેડિક હોસ્પિટલોમાં સતત કેસોમાં વધારો નોંધાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલેન્ડ રેકર્ડ ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા જનહિતકારી નિર્ણયો
Next articleઓડિશાથી 1500 કિમી દૂર ગુજરાતમાં ગાંજાના સપ્લાયનું નેટવર્ક સુરતની લાજપોર જેલમાંથી ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું