Home દુનિયા - WORLD સાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરાઈ

સાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરાઈ

42
0

(જી.એન.એસ) તા. 21

કુવૈત,

ગુજરાતનાં 10 લોકોની કુવૈતમાં ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં કુવૈતમાં એક ઈમારતમાં આગ લાગવાની ઘટનામાં અનેક ભારતીયોના મોત થયા હતા. જેના કારણે કુવૈતમાં જૂની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. જેના કારણે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દધવ ગામના 10 લોકોની કુવૈત પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ લોકોની કુવૈતમાં કાનૂન ભંગ કરવાને લઈને ધરપકડ કરાઈ છે. જોકે કુવૈતમાં કુલ 523 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 10 લોકો ગુજરાતી છે.

તો વિજયનગરમાં રહેતા દઢવાવનાં કલાક પરિવારના 10 લોકો બિન અધિકૃત રીતે કુવૈતમાં જઈ રહ્યા હતાં. આ તમામ લોકો કુવૈતમાં રહેતા તેમના સગા-સંબંધીઓને મળવા માટે કુવૈતમાં આવ્યા હતાં. તો આ 10 લોકો Kuwait માં રોજગારી માટે ગયા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું છે. તો સાબરકાંઠાના સાંસદ શોભાબેન બારૈયા અને સાંસદ સમીલાબેન બારાએ વિદેશ મંત્રાલયને આ અંગે રજૂઆત કરી છે. જોકે હાલમાં આ ઘટનાને લઈ 10 લોકોના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

કુવૈત પોલીસે આ લોકોની ધરપકડ કરી છે

અલ્પેશભાઈ રમણલાલ મોઢપટેલ

હિમાંશુકુમાર રસિકલાલ મોધાપટેલ

બિપીનકુમાર શિવલાલ મોઢપટેલ

મિલનકુમાર દિનેશભાઈ મોઢપટેલ

નિલવ અશોકભાઈ મોઢપટેલ

લલિતભાઈ દેવચંદભાઈ મોઢપટેલ

અનિલભાઈ નારાયણદાસ મોધાપટેલ

નટવરલાલ ભીમજીભાઈ મોઢપટેલ

બિપીનભાઈ કોદરભાઈ મોઢપટેલ

વિવેકભાઈ ખેમજીભાઈ મોઢપટેલ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે લોકોને ગરમીઠી મળશે રાહત, આજથી રાજ્યમાં બરાબર ચોમાસું બેસશે
Next articleવિશ્વના ઘણા બધા દેશોમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ વધુ આકરો બન્યો