(જી.એન.એસ)તા.5
સાબરકાંઠા,
ખેરોજ પોલીસે 8 લાખ 60 હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. સાબરકાંઠામાં રાજસ્થાન કોટડા ગઢીથી લાંબડીયા તરફ લવાતો વિદેશી દારૂનો 8 લાખથી વધુનો જથ્થો ખેરોજ પોલીસે ઝડપી પાડ્યો છે તેમજ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. દારૂની હેરાફેરી થવાના દરરોજ અગણિત કેસો સામે આવે છે, ત્યારે સાબરકાંઠામાં રાજસ્થાન કોટડા ગઢીથી લાંબડીયા તરફ લાંબડીયા તરફ વિદેશી દારૂની 2040 નંગ બોટલ ઝડપાઈ હતી, તેમજ એક આરોપીની પણ પકડાયો છે. ટેન્કરમાં પાછળના ભાગે નટ બોલ્ટ આધારે ગુપ્ત ખાનું બનાવી દારૂ ઘુસાડવાનો નવો કિમ્યો નિષ્ફળ નીવડ્યો છે. ખેરોજ પોલીસે 8 લાખ 60 હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. પાટણમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ના અધિકારીઓએ માહિતીને આધારે રામાપીર મંદિર મોટી ચંદુર શંખેશ્વર રોડ પર બે વાહનો આંતરીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો. બન્ને વાહનોમાંથી પોલીસે રૂ.4,59,090 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, બે ડુપ્લીકેટ નંબર પ્લેટ, બે મોબાઈલ અને બે ક્રેટા કાર મળીને કુલ રૂ. 13.69,810 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પંચમહાલના કલોલ તાલુકાના ગોધરા વડોદરા હાઈવે પર ખડકી ટોલ પ્લાઝા પાસેથી કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલનાઅધિકારીઓને મલી હતી. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને હુડાઈ કાર અટકાવી હતી. તપાસ કરતા અંદરથી પોલીસને રૂ.1,61,700 નો દારૂનો જથ્થો મલી આવ્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ બે મોબાઈલ અને કાર મળીને કુલ રૂ.6,85,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.