Home અન્ય રાજ્ય સાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની સામાન્ય બજેટ 2024માં...

સાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની સામાન્ય બજેટ 2024માં જાહેરાત

28
0

(જી.એન.એસ) તા. 23

નવી દિલ્હી,

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં 100 સાપ્તાહિક હાટ કે સ્ટ્રીટ ફુડ હબ બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ આગામી 5 વર્ષ માટે 100 સાપ્તાહિક હાટ અથવા સ્ટ્રીટ ફુડ હબના વિકાસને સમર્થન આપવાની યોજનાની જાહેરાત કરી. આ બજેટમાં આગામી પાંચ વર્ષોમાં આવી 100 સાપ્તાહિક હાટોના વિકાસને ટેકો આપવાની યોજનાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર સાત ક્ષેત્રોમાં ડિજિટલ સાર્વજનિક પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એપ્લિકેશન્સ વિકસાવશે. જેમા ક્રેડિટ અને MSME સર્વિસ ડિલિવરી સંબંધિત ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ બજાર નિયમિત બજારો નથી પરંતુ સપ્તાહમાં એક કે બે વાર નિશ્ચિત જગ્યાએ ભરાય છે. આ બજારોમાં શાકભાજીથી લઈને કપડા અને વાસણો સહિત લગભગ તમામ ઘરવપરાશની વસ્તુઓ વેચાય છે. આ બજાર સપ્તાહના એક કે બે દિવસ દરમિયાન ભરાય છે. જેમા વિવિધ વસ્તુઓના ફેરિયાઓ અને વેપારીઓ આવે છે અને એક જગ્યાએ અસ્થાયી સ્ટોલ લગાવે છે અને તેમની વસ્તુ વેચે છએ. જેમા મોટાભાગની વસ્તુઓ સસ્તી હોય છે. આ બજારોમાં વેચનાર વિક્રેતાને કોઈ ટેક્સ કે ભાડુ ભરવુ પડતુ નથી. વેપારી એક દિવસ પુરતો પોતાનો સ્ટોલ લગાવે છે અને બજાર પુરુ થતા સાંજે તેને હટાવી લે છે.

કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યુ હતું કે, સ્ટ્રીટ વેન્ડર્સ માટે પીએમ સ્વાનિધિ સ્કીમના આધારે અમે આગામી 5 વર્ષમાં પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહ્યા છીએ. જેમા 30 લાખથી વધુ વસ્તી વાળા 14 મોટા શહેરોમાં ટ્રાન્જિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ યોજનાઓ હશે. 1 કરોડ શહેરી ગરીબ મધ્યમવર્ગિય પરિવારોને પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત સમાવેશ કરવામાં આવશે. પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક ‘હાટ’ અથવા સ્ટ્રીટ ફુડ હબ તૈયાર કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો
Next articleસુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયા વરિષ્ઠ વકીલને CJI એ કોર્ટ રૂમમાંથી ધકેલી કાઢ્યાં