Home ગુજરાત સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; બસમાં 70 જેટલાં પ્રવાસીઓ સવાર...

સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; બસમાં 70 જેટલાં પ્રવાસીઓ સવાર હોવા પ્રાથમિક એહવાલ

23
0

(જી.એન.એસ) તા. 7

સાપુતારા,

સાપુતારાની ઘાટીમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાતનાં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતના સમાચાર મળ્યા બાદ તાત્કાલિક ધોરણે સાપુતારા પોલીસ અને 108 ની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ લક્ઝરી બસમાં 70 જેટલાં પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે સમગ્ર ઘટનામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્થ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે. અહીં હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહીં છે. મળતી વિગતો પ્રમાણે સુરતથી સાપુતારા (Saputara) પ્રવાસીઓ લઈને આવેલ બસ ખીણમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બસ સાપુતારાથી પરત સુરત જતા સમયે ઘટના બની છે. અકસ્માતમાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા છે. આ સાથે સાથે દુઃખની વાત એ છે કે, અકસ્માતમાં બે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર તમામને બહાર કઢાયા હતા. નોંધનીય છે કે, સાપુતારા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં બે બાળકોના મોત થતા અત્યારે પંથકમાં શોકનો માહોલ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ દીવાલ કૂદીને ખીણમાં ખાબકી હતી. નોંધનીય છે કે, અત્યારે બસને JCB અને ક્રેનનની મદદથી ઘાટમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું, આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું
Next articleઆગામી કેન્દ્રીય બજેટ 2024-25 માટે બજેટ પૂર્વેની પરામર્શ બેઠકોનું નવી દિલ્હીમાં સમાપન