(જી.એન.એસ), તા.૬
આણંદ
:ઉત્તર પ્રદેશના દિલીપચના સાંસદ અને ભાજપના અગ્રણી નેતા વરૂણ ગાંધી છેલ્લા બે વર્ષથી ભાજપ દ્વારા કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા છે. તેઓનું વજુદ પણ ભાજપમાં ઘટી ગયું છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમ્યાન પણ ભાજપે તેમને કોઇ મહત્વ આપ્યું ન હતું. આમ છેલ્લા બે વર્ષથી તેઓ ભાજપથી દુર ધકેલાતાં તેઓની પાસે કોઇ કામ રહ્યું નથી. તેવા સાંસદ વરૂણ ગાંધી અચાનક આણંદની જીસીએમએમએફ અને ઇરમા જેવી સંસ્થાઓની મુલાકાતે આવી પહોંચ્યા છે. અને બે દિવસ રોકાઇને સરદાર મેમોરીયલની મુલાકાત લેવાના છે. તેમ છતાં આણંદ જિલ્લા ભાજપના અગ્રણીઓને આ અંગે કોઇ જાણ કરાઇ નથી. તેઓની ઓચિંતી મુલાકાતને પગલે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.
હાલમાં રાજ્યમાં કોઇ ચૂંટણી નથી. કે કોઇ મોટા કાર્યક્રમ ભાજપ દ્વારા આપવામાં આવનાર નથી. ત્યારે ભાજપ સંગઠનની જાણ બહાર સાંસદ વરૂણ ગાંધી આણંદની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ રૂરલ ડેવલોપમેન્ટની જાણકારી મેળવવા માટે આણંદમાં આવ્યા છે. ગુરુવારના રોજ સવારે સંદેશર ગામની દૂધ મંડળીની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે 8 કલાકે સરદાર પટેલ મેમોરીયલ કરમસદ મુલાકાત લેશે. ત્યારબાદ અમુલ ડેરીની મુલાકાત લેવાના છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.