(જી.એન.એસ) તા.૧૭
જુનાગઢ,
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામના સરપંચ અશોક ચૌહાણે ૨૦ જેટલા સરપંચો વતી સાંસદની ગ્રાન્ટમાંથી કામ કરવા હોઈ તો ટકાવારી આપવાની વાતનો ખુલાસો કરતા જૂનાગઢ જિલ્લા ભાજપના હોદેદારોમાં હડકંપ મચી જવા પામ્યો છે. જૂનાગઢ મેંદરડાના રાજેસર ગામના સરપંચે સીધો આક્ષેપ કરીને જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ખુલીને મેદાને આવ્યા છે. અને કહ્યું હતું કે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ સરપંચોને જોઈતી હોય તો ટકાવારી આપવી પડે આવા ગંભીર આક્ષેપો થતા જિલ્લા ભાજપ મંત્રી અને અન્ય હોદેદારોમાં સોપો પડી ગયો છ. જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. મેંદરડા રાજેસર ગામના સરપંચ અશોક ચૌહાણે વધુમાં કહ્યું હતું કે, તાજેતરમાં મેંદરડા તાલુકાના અનેક સરપંચોની એક બેઠક મળી હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યની મળતી ગ્રાન્ટ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ બાબતે જયારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના માલણકામાં આવેલા ફાર્મ હાઉસ ખાતે સરપંચો એકઠા થયા હતા અને પૂર્વ સાંસદ દિનુભાઈને સભ્યને મળતી ગ્રાન્ટ બાબતે ટકાવારી લેવાતી હોવાની વાત કરી હતી. ત્યારબાદ દિનુભાઈએ સમય હકીકત જાણીને પોરબંદર સાંસદના વિસ્તારમાં આવતા મેંદરડા તાલુકાના સરપંચો વતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને સમગ્ર હકીકત સાથે રજૂઆત કરી હતી અને સરપંચો હૈયા ધારણા આપી હતી. હાલ તો જે સરપંચોએ જિલ્લા ભાજપના મંત્રી ઉપર ગ્રાન્ટની ટકાવારી મુદ્દે ગંભીર આક્ષેપ કરતા જૂનાગઢ જિલ્લાના રાજકારણ ગરમાવ માહોલ સર્જાયો છે. સમગ ગ્રાન્ટ મામલે રાજકારણ ગરમાયુ જોવા મળે છે. જુનાગઢ જીલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ગંભીર આરોપ સરપંચો દ્વારા કરવામાં આવતા ભાજપના પદાધિકારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જયારે મેંદરડા તાલુકો સાંસદ મનસુખ માંડવીયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો મત વિસ્તાર છે. ત્યારે સરપંચોને ગ્રામ્ય લેવલે પ્રજાના હિતમાં કામ કરવા માટે સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ અપાતી હોઈ છે. તેમાં પણ હવે ગ્રાન્ટમાંથી ટકાવારી વાત સામે આવતા તેના પડવા દિલ્હી સુધી પહોંચતા જૂનાગઢ જિલ્લા ભાજપમાં અને પ્રદેશ ભાજપમાં હડકંપ મચ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.