Home જનક પુરોહિત સવર્ણોને આર્થિક અનામત – રાજકીય નિર્ણય, કોને ફાયદો કોને નુકસાન !

સવર્ણોને આર્થિક અનામત – રાજકીય નિર્ણય, કોને ફાયદો કોને નુકસાન !

760
0

છેલ્લા ત્રણ દિવસથી ત્રણ ઘટનાઓ સમગ્ર ગુજરાત અને દેશમાં ચર્ચાના ચકડોળે છે. કેન્દ્રીય કેબિનેટમાં સવર્ણોને આર્થિક અનામત આપવાનો નિર્ણય લેવાયો. લોકસભાના છેલ્લા દિવસે બંધારણ સુધારા બિલ રજુ થયું. સુપ્રિમ કોર્ટે C.B.I ના વડા આલોક વર્માને ફરજીયાત રજા પર ઉતારી દેશના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કર્યો , અને ત્રીજી ઘટના ગુજરાતની જેમાં કચ્છના પૂર્વ ધારાસભ્ય અને સેક્સ સ્કેન્ડલના વિવાદિત નેતા જયંતી ભાનુશાલીની રાત્રીના સમયે ચાલુ ટ્રેનમાં હત્યા. આ ત્રણે ઘટનાઓ રાજકીય બાબત છે.
અનામતની માંગણીને લઈને હરિયાણા , રાજસ્થાન , ગુજરાત અને મહારાષ્ટ્ર માં વ્યાપક આંદોલનો થયા. ગુજરાતમાં ૧૧ જેટલા યુવાનોએ જીવ ખોયા , હરિયાણાના જાટ આંદોલને દેશના અર્થતંત્ર ને કરોડોનું નુકસાન કરાવ્યું હતું. રાજ્ય સરકારનો આ વિષય ન હોવા છતાં લોક લાગણીની તીવ્રતા ઓછી કરવા રાજકીય નિર્ણયો લઈને અનામતની જાહેરાતો કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ તમામ જાહેરાતો ને રદ કરી હતી. વાત બંધારણીય જોગવાઈની છે. અને માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચુંટણી સાવ ઢુકડી છે ત્યારે સવર્ણોને ૧૦ ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય લઈને સંસદમાં બંધારણીય સુધારા વિધેયક લાવ્યા અને લોકસભામાં મંજુર પણ કરાવ્યું છે. આજે હવે રાજ્યસભામાં રજુ થશે અને રાત સુધીમાં તેના ઉપર મતદાન થશે. વિરોધપક્ષની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઇ ગઈ છે. વિધેયકનો વિરોધ કરે તો વિપક્ષને નુકસાન અને સમર્થન કરે તો ભાજપને ફાયદો થાય છે. છતાં સમર્થન આપ્યા વિના તેમને છૂટકો નથી.
આ ૧૦ ટકા અનામતથી સવર્ણોને શું ફાયદો થશે ? આવક મર્યાદા વાર્ષિક રૂ. ૮ લાખની નક્કી કરવામાં આવી છે. ૪૯.૫ ટકા અનામતમાં દેશની ૬૦ કરોડ જેટલી વાત્સી આવી જાય છે. વધુ ૧૦ ટકા અનામત અને આવક મર્યાદા રૂ. ૮ લાખણી રાખવાથી દેશની ૧૨૦ કરોડ જનતા અનામતના લાભાર્થીમાં આવી જશે. હજુ આ વિધેયક કાયદો બનશે અને તેના નિયમો ઘડાશે તેણે સમય લાગશે. પરંતુ નિયમો ઘડાયા પછી જ સાચું ચિત્ર સવર્ણોને મળશે. આ કાયદાના કેટલાક પરિબળો સવર્ણોને ફાયદા સામે પ્રશ્નાર્થ ખડા કરે છે. અત્યારે ૪૯.૫ ટકા કુલ અનામત ની જોગવાઈ છે. એટલે કે બિન અનામત વર્ગ માટે ૫૦.૫ ટકા જગ્યાઓ ખુલ્લી રહે છે. જેમાં લાયકાતના ધોરણે નોકરી કે એડમીશન મળતા હોય છે. હવે રૂ. ૮ લાખની મર્યાદામાં ૧૦ ટકા અનામતમાં બહુ મોટો વર્ગ આવી જશે. માનો કે સરકારી દફતરમાં કોઈ મહત્વની પોસ્ટ માટે ૨૦ જગ્યા ઓ ઉપર ભરતી કરવાની હોય તો સવર્ણોને ૧૦ ટકા મુજબ બે બેઠક ભાગમાં આવે. અને તેમાં અરજદારોની સંખ્યા અત્યારે જે હજારોની સંખ્યામાં જોવા મળે છે તેટલી જ રહેવાની. ૧૦ ટકા અનામતમાં પ્રાયોરીટી એવી તો નક્કી નહિ થાય કે પ્રથમ રૂ. ૩ લાખણી આવકને તક આપવી , પછી ૫ લાખ છેલ્લે ૮ લાખ ની આવક. નોકરી અથવા કોલેજોમાં એડમીશનતો મેરીટ ના ધોરણેજ મળવાના છે. હવે કુળ ૫૯.૫ ટકા બેઠકો અનામતમાં આવશે. બાકીની ૪૦.૫ ટકા બેઠકો સામાન્ય રહેશે. દેશની વસ્તીના ૫ થી ૮ ટકા લોકો માટે ૪૦ ટકા જગ્યાઓ બચશે. અને જો સરકાર નક્કી કરે કે જેમની વાર્ષિક આવક રૂ. ૮ લાખથી વધુ નથી તેમણે ફરજીયાત અનામત કવોટામાં જ એપ્લાય કરવાનું હોય તો હાયર મિડલ ક્લાસ કે રીચ વર્ગને મોટો ફાયદો થશે. કારણકે તેમના હરીફો ઘટી જશે. ઉપરાંત અનામતનાં કારણે વારંવાર યુવાનોએ આવકના દાખલા , જ્ઞાતિના દાખલા માટે લાઈનો માં ઉભા રહેવું પડશે. અને આટલી હેરાનગતિ પછી મેરીટ ના આધારે જ ૧૦ ટકા નો લાભ મળશે.
ભાજપને ફાયદો એટલો થશે કે અનામત નાબુદ નહિ થવાથી પોતાને અનામત નો લાભ આપવા થતાં આંદોલનો સમેટાઈ જશે. હવે કોઈને અનામત માટે આંદોલન કરવું નહિ પડે. તમામ વર્ગો તેમાં આવી જશે.
પરંતુ આગામી લોકસભાની ચૂટણીમાં ભાજપને આ કાયદાથી મત પેટી છલકાઈ જાય એવું કદાચ ન પણ બને. સવર્ણોને જેમને આ ૧૦ ટકા અનામત આપવાની છે તેઓ સારા નરસા અને સાચા ખોટા નો વિચાર કરીને ભાજપની તરફેણ કે વિરોધ કરશે. અત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરો ગેલમાં આવી ગયા છે. ૧૦ ટકા અનામતના હથિયારથી ફરી ૨૦૧૯ ની ચુંટણી જીતી જવાના સપનાઓમાં રાચવા લાગ્યા છે. પરંતુ હજુ બીજા ઘણા નિર્ણયો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ લેવા પડશે. જેમાં ખેડૂતો અને બેરોજગારો એક મોટો પડકાર છે.
જયંતિ ભાનુશાળીની હત્યા ભાજપના આંતરિક ઝઘડાનું સત્ય
ભાજપના કચ્છ – અબડાસા ના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી અનેક વાર અલગ અલગ મુદ્દે વિવાદોમાં રહ્યા હતા. અબડાસાના ધારાસભ્ય છબીલ પટેલ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડતાં જયંતી ભાનુશાળી એ તેમનો વિરોધ કર્યો હતો. ૨૦૧૪ ની પેટા ચુંટણીમાં છબીલ પટેલની હાર થતાં તેમણે હાર માટે જયંતી ભાનુશાળી ને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારથી છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી હરીફ મટીને દુશ્મન બની ગયા હતા. ૨૦૧૭ ની ચુંટણીમાં પણ ભાજપના છબીલ પટેલ નો પરાજય થયો હતો. જેથી દુશ્મની વધુ ગાઢ બની હતી. તેવામાં જ જયંતી ભાનુશાળી એક સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા. છબીલ પટેલે તેમાં રસ લઈને જયંતી ભાનુશાળી નું રાજકારણ પૂરું કરી નાખવા અંગે જાહેરમાં બોલ્યા હતા. ત્યારબાદ છબીલ પટેલને પણ આવાજ એક સેક્સ સ્કેન્ડલમાં સંડોવાનો પ્રયાસ થયો. છબીલ પટેલ આ માટે જયંતી ભાનુશાળી નો હાથ હોવાનું માનતા હતા. ભાજપના જ બે નેતાઓની જાહેર થયેલી દુશ્મનીને હલ કરવા ભાજપના કોઈ નેતાઓએ રસ દાખવ્યો હોય એવું જણાતું નથી.
જયંતી ભાનુશાળીની હત્યા માં જે કોઈ કારણ અને પક્ષકાર કે ગુનેગાર હોય તે , પરંતુ જ્યાં સુધી તપાસમાં રહસ્યો ખુલે નહી , ત્યાં સુધી છબીલ પટેલ તરફ ચિન્ધાયેલી આંગળી છબીલ પટેલ માટે ઘણી મોટી મુશ્કેલી સર્જી શકે છે.
જયંતી ભાનુશાળીની હત્યા એ ભાજપના બે નેતાઓની લડાઈ નું કારણ ન પણ હોય , કોઈ અલગ અને અન્ય કારણ – સંજોગ હોય તો પણ અત્યારે જે ચિત્ર ઉપસી રહ્યું છે તે ભાજપની આંતરિક લડાઈમાં જયંતી ભાનુશાળી એ જીવ ખોયો હોવાની છબી ઉપસી રહી છે. ગુજરાતમાં રાજકીય હત્યાનો સિલસિલો બંધ થયો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રજા આવી મુર્ખ-નબળી અને કામચોર કોંગ્રેસની નેતાગીરીને સત્તા શું કામ સોંપે…….?
Next articleગુજરાતમાં થયેલા 22 એન્કાઉન્ટર્સ મુદ્દે આગામી એક મહિનામાં વધશે મોદી-શાહની ‘સુપ્રીમ’ મુશ્કેલી…?