(જી.એન.એસ) તા.૨૩
બનાસકાંઠા,
પોલીસે એક આરોપીની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરી છે એક દુષ્કર્મનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી ગૂગલની મદદથી વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા પહોંચી તો વકીલ અને તેના સાથીઓએ યુવતીને જ શિકાર બનાવી દીધી. વકીલે જ યુવતીને તેની પાસેથી ફી ન લેવાનું કહી તેને ગોંધી રાખી અને હનીટ્રેપ માટે એક વ્યક્તિ સાથે વાત કરવાનું કહ્યું પણ પીડિત યુવતીએ વાત ન કરતા અન્ય એક શખ્સ આવ્યો અને આ શખ્સે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાસકાંઠામાં દુષ્કર્મનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા ન્યાય મેળવવા કાનૂની સલાહ લેવા માટે ગૂગલનાં સહારે પાલનપુરના એક વકીલ પાસે પહોંચી હતી. જો કે ત્યારબાદ વકીલે જ યુવતીને તેની પાસેથી ફી ન લેવાનું કહ્યું અને ગોંધી રાખી અને હનીટ્રેપ માટે એક વ્યક્તિ સાથે વાત કરવાનું કહ્યું પણ પીડિત યુવતીએ વાત ન કરતા અન્ય એક શખ્સ આવ્યો અને આ શખ્સે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે પીડિત યુવતી આ વકીલ અને તેના સાગરીતોની ચુંગાલમાંથી મુક્ત થઈ અને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર અફઝલ ઘાસુરા વકીલ ઈદ્રીશ પઠાણ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સાંભળ્યું તમે કેવી રીતે આરોપીઓએ યુવતીને શિકાર બનાવી. આરોપીએ ગોંધી રાખેલી પીડિત યુવતીને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે ન્યાયની આશા સાથે પહોંચેલી યુવતીને ન્યાય મળવો તો દૂર પરંતુ પોતે જ દુષ્કર્મનો ભોગ બનતા યુવતીએ તેની સાથે દુષ્કર્મ ગુજારનાર અફઝલ ખાન ઘાસુરા વકીલ ઈદ્રીશ પઠાણ અને તેની ઓફિસના મહિલાકર્મી સંગીતા સોલંકી,જાવેદ મકરાણી સહીત ઘરમાં ગોંધી રાખનાર મહિલાકર્મી અમિતા ગૌસ્વામી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ પાંચેય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી દુષ્કર્મ ગુજારનાર અફઝલ ખાન ઘાસુરા ની અટકાયત કરી છે અને ફરાર વકીલ ઈદ્રીસ પઠાણ સહિત તેના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.. હાલ તો પોલીસે એક આરોપીની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરી છે સાથે જ અન્ય તમામ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે અને એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે આરોપીઓએ અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તેમજ અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ હવે જોવુ એ રહ્યું કે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને અન્ય આરોપીઓ ક્યારે પોલીસ પાંજરે પુરાય છે. પણ આ કિસ્સો તમામ લોકો માટે પણ ચેતવણીરૂપ છે કે ગુગલનાં સહારે ગમે તેની પાસે સલાહ લેવા ન પહોંચી જવુ નહી તો ન્યાય તો દૂર પણ તમે ખુદ જ શિકાર બની જશો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.