(GNS),05
સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચે વર્ષોથી કોઈ વાતચીત થઈ નથી. એક ઈવેન્ટ દરમિયાન બંને સ્ટાર્સ વચ્ચે અણબનાવ થયો હતો, ત્યારબાદ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. કહેવાય છે કે સલમાન ખાનની ફિલ્મમાં અરિજિત સિંહનું પણ એક ગીત હતું, જે તેણે હટાવી લીધું હતું. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે બંને પોતાના મતભેદો ભૂલી ગયા છે. હાલમાં જ સિંગર મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટારના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેના કારણે ચાહકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચેનો જુનો ઝઘડો ખતમ થઈ ગયો છે. એવું પણ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ આ ગાયક સલમાન ખાનની કોઈપણ ફિલ્મના ગીતમાં પોતાનો અવાજ આપી શકે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી બહાર આવતા અરિજીત સિંહનો વીડિયો સલમાન ખાનના એક ફેન દ્વારા X (Twitter) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું- ‘અરિજીત સિંહ આજે સલમાન ખાનના ઘરે જોવા મળ્યો હતો. આ શું થઇ રહ્યું છે? #Tiger3, #Tiger3Trailer.’ અન્ય એક ચાહકનું અનુમાન છે કે બંને સ્ટાર્સની આ મુલાકાત સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ સાથે સંબંધિત હોઈ શકે છે. જ્યારે કેટલાક માને છે કે આ મીટિંગ સલમાન ખાનની વિષ્ણુવર્ધન અને કરણ જોહરની અનટાઈટલ્ડ ફિલ્મ વચ્ચેના સંગીત સહયોગ માટે હોઈ શકે છે..
9 વર્ષ પહેલા અરિજીત સિંહ અને સલમાન ખાન વચ્ચે શું થયું હતું?.. જે વિષે જણાવીએ, હકીકતમાં 2014 માં, એક એવોર્ડ ફંક્શન દરમિયાન સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચે હળવાશથી ઝઘડો થયો હતો. જ્યારે અરિજિત ફિલ્મ ‘આશિકી 2’ના ગીત ‘તુમ હી હો’ માટે એવોર્ડ લેવા સ્ટેજ પર આવ્યો ત્યારે શોને હોસ્ટ કરી રહેલા સલમાન ખાને પૂછ્યું – ‘તું છે વિનર?’ જવાબમાં અરિજીતે કહ્યું-‘ તમે લોકોએ મને સુવડાવી દીધો.’ ત્યારે સલમાન કહે છે – ‘આમાં અમારો વાંક નથી, હવે જો આવા ગીતો વાગતા રહેશે તો અમને ઊંઘી તો આવશે જ ને..’ સલમાન ખાને આટલું બોલતાની સાથે જ અરિજિત કશું બોલ્યા વગર સ્ટેજ પરથી નીકળી ગયો હતો. આ ઘટના બાદ સલમાન ખાને કિક, બજરંગી ભાઈજાન અને સુલતાન જેવી ફિલ્મોમાંથી અરિજીતના ગીતો હટાવી દીધા. જોકે, 2016માં અરિજિતે જાહેરમાં માફી માંગી હતી અને સલમાન ખાનને ‘સુલતાન’માંથી તેનું ગીત ના હટાવવાની અપીલ કરી હતી. સિંગરે એક પોસ્ટ લખી હતી- ‘તમે ગેરસમજમાં છો કે મેં તમારું અપમાન કર્યું છે. મેં ઘણા ગીતો ગાયા છે સાહેબ, પણ હું તમારા ઓછામાં ઓછા એક ગીતને મારી લાઇબ્રેરીમાં રાખ્યા પછી નિવૃત્ત થવા માંગુ છું. કૃપા કરીને આ લાગણીને સમાપ્ત કરશો નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.