સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી પોલિટિકલ સેટાયર ટાઇપની ફિલ્મ ટયુબલાઇટની રિલિઝ ડેટની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
આ ફિલ્મથી ટોચના ફિલ્મ સર્જક કબીર ખાન અને સલમાન ખાને સાથે કામ કરવાની હેટ્ટ્રીક સર્જી હતી. અગાઉ આ બંનેએ ૨૦૧૨માં એક થા ટાઇગર અને ત્યારબાદ ૨૦૧૫માં બજરંગી ભાઇજાન ફિલ્મ બનાવી હતી. બંને ફિલ્મો સુપરહિટ નીવડી હતી, જો કે બજરંગી ભાઇજાને અનેરો વિક્રમ સર્જ્યો હતો.
ત્યારબાદ હવે આ બંનેએ ટયુબલાઇટ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં સલમાન ખાને ભારતીય લશ્કરના અધિકારીનો રોલ કર્યો હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં એની સાથે ચાઇનીઝ અભિનેત્રી ત્ઝુ ત્ઝુ ચમકી છે અને બીજા સુપર સ્ટાર સલમાનના દોસ્ત શાહરુખ ખાને આ ફિલ્મમાં કેમિયો કર્યો છે.
ટ્રેડ પંડિત તરણ આદર્શે સલમાન ખાનના ફેન્સને સંબોધીને ટ્વીટર પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના જૂનની ૨૩મીએ રજૂ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.