Home મધ્ય ગુજરાત અમદાવાદ સરખેજમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનારા સગા માસાની પોલીસે ધરપકડ કરી

સરખેજમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનારા સગા માસાની પોલીસે ધરપકડ કરી

6
0

(જી.એન.એસ) તા.૩

અમદાવાદ,

સીસીટીવી અને મોબાઈલ લોકેશનને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો સરખેજ પોલીસ સ્ટેશનમાં 11 વર્ષની સગીરાને અડપલા કરીને તેની સાથે દુષ્કર્મ કરનારા તેના સગા માસાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ પિડીતા તેને માસા-માસીના સરખેજ સ્થિત ઘરે રોકાઈ હતા. દરમિયાન મોડી રાત્રે નરાધમ માસાએ તેની સાથે અડપલા કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી. તે સિવાય પોલીસે આજુબાજુના વિસ્તાર તતા મહેસાણા અને ગાંદીનગરના અંદાજે 400 જેટલા સીસીટીવી કેમેરા કર્યા હતા. ઉપરાંત આરોપીના મોબાઈલના લોકેશનને આધારે કોલ ડિટેલ મેળવીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપીનું નામ ફરીદમોહમ્મદ ઉસેમાનગની મોહંમદયુસુફ મલેક અને તે સરખેજ મકરબામાં ઉજમાપાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field