સરખેજમાં આવેલી મમતા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ગોડાઉનમાંથી તસ્કરો રૂ.12 લાખ ભરેલી તિજોરીની ચોરી કરીને લઈ ગયા છે. ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરોએ ગોડાઉનમાં આવેલા સીસીટીવી કેમેરાના વાયર અને એલસીડી તોડી નાખી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈ ગયા હતા. આ બનાવ અંગે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સરખેજમાં આવેલી મમતા એન્ટરપ્રાઇઝમાં હબ મેનેજર તરીકે નોકરી છેલ્લા છ મહિનાથી પ્રશાંત પટેલ નોકરી કરે છે. ગોડાઉનની એક ચાવી તેમની પાસે અને બીજી ચાવી સુપરવાઇઝર ભરત જાદવ પાસે રહે છે.
કંપની જિયો માર્ટમાં ડિલિવરીનું કામ કરે છે. જિયો માર્ટના ગોડાઉનમાંથી હોલસેલ કરિયાણાનો સામાન લઈ અમદાવાદ, ધોળકા, બાવળા તથા સાણંદ ખાતે ડિલિવરી આપવાનું કામ કરે છે. વેપારી પાસેથી આવેલા રોકડા રૂપિયા ગોડાઉનમાં રાખેલી તિજોરીમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે બેંકમાં જમા કરાવવામાં આવે છે. 20 નવેમ્બરે ભરત જાદવ ગોડાઉન બંધ કરીને ઘરે ગયા હતા, જે અંગેનો તેમણે મેસેજ પણ કર્યો હતો.
21મી નવેમ્બરે પ્રશાંત પટેલ ગોડાઉન પર ગયા ત્યારે ગોડાઉનનું શટર અડધું ખુલ્લું હતું અને શટરને મારેલા બંને તાળાં ન હતાં. તેમણે ગોડાઉનમાં જઈને જોયું તો રૂ.12 લાખ મૂકેલી તિજોરી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ નહોતું. સીસીટીવી કેમેરાના વાયરો અને એલસીડી પણ તોડી નાખવામાં આવ્યાં હતાં. આથી તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.