(જી.એન.એસ.કાર્તિક જાની) તા.૨૧
ગાધીનગર સેક્ટર 12 ખાતે આવેલ GCERTમાં શિક્ષણને લઈ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે શિક્ષણ ખાતાના અન્ય શિક્ષણના આગેવાન ઉપથિત રહ્યા હતા. દર વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની જાહેર પરીક્ષાઓ થતી હોય છે. એમાં માર્ચ ૨૦૧૯ માં ધોરણ ૧૦ માં ૧૧.૫૦ લાખ, ધોરણ ૧૨ માં ૫.૫૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧ નાખ ૫૮ હજાર આમ કુલ વિધાર્થીઓ મિલાવીને માર્ચ અને જુલાઈ માં ૨૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ કાર્યક્રમને લઈ મહેશ મેહતા નાયબ પરીક્ષા સચિવે જણાવ્યું હતું કે જે શિક્ષકોએ 10 ગુણ આપવા સુધીની ભૂલ કરી છે એવા 120 જેટલા શિક્ષકોને આજે બોલવામાં આવ્યા છે. ત્યાર બાદ જે 1 થી લઈ 5 નંબર સુધી ગુણ આપવામાં જે શિક્ષકો એ ભૂલ કરી એને આગામી સમયમાં બોલવામાં આવશે. આ ભૂલ કરનાર 5 હજાર જેટલા શિક્ષકો પાસે થી દંડ વસુલવામાં આવશે.નાયબ પરીક્ષા સચિવ મહેશ મેહતાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ જયારે આખા વર્ષ પાસ થવા માટે મેહનત કરતા હોય છે પરંતુ શિક્ષક પોતાની ઉતાવળમાં તેની ઉત્તરવહી ચકાસણીમાં લાપરવાહી કરતા હોય છે જેથી વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવે છે. પરંતુ હવે શિક્ષણ ખાતાએ એક નિયમ લાગુ કરી જે શીક્ષકે ભૂલ કરી હશે તેના પાસે થી દંડ વસુલવામાં આવશે. આખા વર્ષ ભરની મહેનત ઉત્તરવહીમાં લખતા હોયે છે ત્યારે ઉત્તરવહી જોતી વખતે શિક્ષકો બહુ ધ્યાન રાખતા નથી જેથી વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. જ્યારે શિક્ષક ઉત્તરવહી ચકાસણી કરતી વખતે અંદરના પાનાનું મૂલ્યાંકન પ્રથમ પાને લખવાનું કોઈ કારણ સર ભૂલી જાયે છે. જેનાથી વિદ્યાર્થીની સાલ ભરની મહેનત પાણીમાં ફરી જાયે છે. જેથી શિક્ષકો ફરી આવી ભૂલ ન કરે એટલા માટે તેમના પાસેથી દંડનાત્મક રૂપે ફી વસુલવામાં આવશે. જે શિક્ષકોએ ૧૦ અંક જેટલી ભૂલ કરી છે એવા આજે ૧૨૦ જેટલા શિક્ષકો જેમાં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો ને બોલાવવામાં આવ્યા છે. અને આ મીટીંગમાં શિક્ષક પાસેથી જવાબ લેવામાં આવશે કે ગુણ આપવામાં ભૂલ ક્યાં થઇ..? કેમ આટલી બેદરકારી રાખવામાં આવી..? આ બેઠકમા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહી 120 જેટલા શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યું હતું.
(બાઈટ:- મહેશ મહેતા નાયબ શિક્ષણ નિયામક સામાન્ય પ્રવાહ)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.