Home દુનિયા - WORLD સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક કર્યા નિયમો : આ નિયમો...

સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક કર્યા નિયમો : આ નિયમો પહેલી અપ્રિલથી લાગુ

78
0

(જી.એન.એસ),તા.૨૬


નવીદિલ્હી


સરકાર દ્વારા અત્યાર સુધી પરમીશન નહોતી મળી અને ત્યારબાદ ક્રિપ્ટોકરન્સીમાં ટેક્સને લઈને બદલાવ કરીને તેમાં ટેક્સ ૩૦% લાગુ કર્યો અને હવે ક્રિપ્ટોકરન્સી ક્રિપ્ટો પર ટેક્સ લગાડવાના નિયમોને લઈને કડકાઈ વધારવામાં આવી છે. લોકસભામાં ક્રિપ્ટો ટેક્સને લઈને સંશોધનની મંજુરી આપી દેવામાં આવી છે. સરકારે ફાયનાન્સ બિલ 2022ને મંજુરી આપી દીધી છે. મંજુરી સાથે 1 એપ્રિલથી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફાયનાન્સ બિલમાં સુધારા દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોનાં ફેરફાર પછીનાં લાભો અન્ય ડિજિટલ એસેટમાં નુક્સાન દ્વારા સરભર કરી શકાતા નથી. એટલે કે સ્પષ્ટ છે કે જો તમને કોઈ ડિજિટલ સંપતિમાં ફાયદો થયો છે તો તમારે હવે ટેક્સ ચુકવવો પડશે. વિધેયકની કલમ 115 BBH વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો સાથે વ્યવહાર કરે છે, કલમ 2b મુજબ, કોઈપણ ક્રિપ્ટો એસેટના વેપારથી થતા નુકસાનને આઈટી એક્ટની ‘કોઈપણ અન્ય જોગવાઈ’માંથી મેળવેલી આવક સામે બંધ કરવામાં આવશે નહીં. સુધારામાં ‘અન્ય’ શબ્દની બાદબાકી કરવામાં આવી છે. એટલે કે હવે કોઈપણ જોગવાઈથી મળેલી આવકમાંથી નુકસાનની ભરપાઈ કરવી શક્ય નથી. આ સુધારા પછી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ક્રિપ્ટોની ખોટ કે અન્ય જોગવાઈઓ કોઈપણ અન્ય ક્રિપ્ટોની કમાણી સાથે મિશ્ર કરી શકાશે નહીં. રોકાણકારે નુક્શાન સહન કરવું પડશે જ્યારે કે નફા પર ટેક્સ પણ ચુકવવો પડશે. ફાયનાન્સ બિલ પ્રમાણે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ કોડ નંબર અથવા ટોકન હોઈ શકે છે કે જે ઈલેકટ્રોનિક રીતે ટ્રાન્સફર અથવા ટ્રેડ થઈ શકે છે. આમા ક્રિપ્ટો કરન્સી અને NFTનો પણ સમાવેશ થાય છે. બજેટમાં ક્રિપ્ટો પર ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ વર્ગીકરણ પ્રમાણે તેને લોટરીની જેમ જ ગણવામાં આવે છે. જાહેરતા અનુસાર તમામ વર્ચ્યુઅલ ડિજિટલ અસ્ક્યામતો અથવા ક્રિપ્ટો અસ્ક્યામત પર નફો થવાની સ્થિતિમાં 30% ટેક્સ લાગશે, ફેરફાર પછી નુક્શાનનાં કિસ્સામાં રોકાણકાર તેને અન્ય કોઈ આવકમાં દર્શાવી નહી શકે. આ સિવાય ક્રિપ્ટો કરન્સી પર એક ટકો TDS પણ લાગશે. કરવેરા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે. અને સરકારે ક્રિપ્ટોકરન્સી આવા નિયમો પાળવા ફરજીયાત છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field