Home ગુજરાત સરકારે મેંદા અને સુજીની નિકાસ પર અંકુશ નિયંત્રણ મુક્યા

સરકારે મેંદા અને સુજીની નિકાસ પર અંકુશ નિયંત્રણ મુક્યા

52
0

(જી.એન.એસ),તા.૧૦
નવીદિલ્હી
સરકાર દ્વારા વધતી મોંઘવારીને કાબુમાં લેવા આગામી ૧૪ ઓગસ્ટથી અમલી બને તે રીતે મેંદા અને સુજીની નિકાસ પર અંકુશ લાદવાનો ર્નિણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ટર મિનિસ્ટ્રીયલ પેનલની મંજૂરીને આધીન જ હવે નિકાસ કામગીરી કરી શકાશે. આટા (ઘઉંના લોટ)ની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવેલા પગલાંના બરોબર એક મહિના પછી નવા પગલાંની જાહેરાત કરાઈ છે. ચાલુ વર્ષના આ એપ્રિલ મહિનામાં ઘઉંની પ્રોડક્ટની નિકાસ શ્૩૧૪ કરોડની વેલ્યૂની ૯૫,૦૯૪ ટનની થઈ હતી, જે તે પછીના મહિનામાં સાધારણ ઘટીને શ્૨૮૭ કરોડની થઈ હતી પણ જથ્થામાં વધીને ૧.૦૨ લાખ ટન હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આટા, મેંદા કે સુજી માટે અ્લગ કેટેગરી રાખવામાં નથી આવી. આ બધી પ્રોડ્કટનો સમાવેશ ઘઉં અથવા મુસલિન ફ્લોર તરીકે એચએસ કોડ ૧૧૦૧ હેઠળ કરાયો છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા સાધનોનું કહેવું હતું કે, મોટા ભાગે વિદેશમાં રહેતાં ભારતીયો દ્વારા જ રિટેલ પેકમાં આટાનો ઉપયોગ થતો હોવાથી વર્ષે ૭૫,૦૦૦ ટન જેટલી નિકાસ થાય છે. ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડિયન ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરવામાં આવેલા નોટીફિકેશન અનુસાર, ઘઉંની પ્રોડક્ટમાં સમાવિષ્ઠ આટા, મેંદા, સિમોલિના (રવા/સિરગી), હોલમિલ આટા અને રિસ્ટલટેન્ટ આટાની નિકાસ હવે ઇન્ટર મિનિસ્ટ્રીયલ કમિટી (આઇએમસી)ની ભલામણને આધારીત રહેશે. વધુમાં નોટીફિકેશનમાં એમ પણ જણાવાયું હતું કે, એક્સપોર્ટ ઇન્સેક્પેકશન કાઉન્સિલ દ્વારા ક્વોલિટી સર્ટિફિકેટ અથવા મુંબઈ, દિલ્હી, ચૈન્નાઈ અને કોલકાતાના ઇઆઇએ બાદ જ આઇએમસીની મંજૂરીને આધીન નિકાસ શક્ય બનશે. આ નોટિફિકેશન હેઠળ ટ્રાન્સિશનલ એરેન્જમેન્ટનો સમાવેશ કરાયો નથી એવો ઉલ્લેખ કરીને જણાવાયું હતું કે, જાે નોટીફિકેશન ઇસ્યૂ થયું તે અગાઉ શીપ પર લોડિંગ કામગીરી હશે અથવા રજીસ્ટ્રેશન કસ્ટમને સોંપવામાં આવ્યું હશે તો ૧૪ ઓગસ્ટ સુધી નિકાસ કામકાજ કરી શકાશે. આ પ્રોડક્ટની ગુણવત્તા અંગેનું નોટીફિકેશન અલગથી ઇસ્યૂ કરાશે. અગાઉ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો ત્યારે અનેક સમસ્યાઓ નિકાસકારોને સર્જાઈ હતી તેનું પુનરાવર્તન ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું હતું કે, જુન અને જુલાઇમાં ઘઉંની પ્રોડક્ટની નિકાસમાં આવેલા ઊછાળાને અંકુશમાં લેવા પણ આ પગલું ભરાયું છે. જુન અને જુલાઇમાં મેંદા અને અન્ય પ્રોડ્કટની નિકાસ આશરે બે લાખ ટનથી વધુની થઈ હતી. દેશમાં તહેવાર આવી રહ્યા છે ત્યારે આવી પ્રોડક્ટની અછત ના સર્જાય અથવા ભાવમાં અસાધારણ વૃદ્ધિને રોકવા માટે સરકાર સક્રિય બની હોવાનું ટ્રેડ સાથે સંકળાયેલા વર્ગે કહ્યું હતું. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદ ઘઉંના ઉત્પાદનને અવળી અસર થતાં ભાવમાં મોટો ઊછાળો આવ્યો હતો અને તેને કારણે વૈશ્વિક સ્તરે ભાવ મલ્ટી-યર ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ભારતમાંથી ઘઉંની નિકાસમાં પણ વૃદ્ધિ થઈ હતી. વૈશ્વિક અછતની અસર સ્થાનિકમાં થાય નહીં અને ભાવના ઊછાળાને અંકુશમાં ગત્મે મહિનામાં સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લાદયો હતો. મે મહિનાની સરખામણીએ વૈશ્વિક સ્તરે ભાવ નોંધપાત્ર નીચે આવ્યા હોવા છતાં ઉત્પાદન મર્યાદીત રહેતાં ભારતીય ઘઉંની પ્રોડક્ટની માગ વધી હતી. આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશે તો કપાસનું ઉત્પાદન ૩૭૫ લાખ ગાંસડી થવાનો અંદાજ મૂકવામાં આવે છે. આ વર્ષે કપાસના ઊંચા ભાવને કારણે વાવેતર પાંચ વર્ષની સૌથી ઊંચા સ્તરે રહ્યું હોવાનું જાેવાયું છે. જાેકે, ત્રણ સપ્તાહ અગાઉ સરકાર દ્વારા કેટલાક રાજ્યોમાં અસાધારણ ચોમાસાને પગલે ડેટા આપવાનું ટાળવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જે એમએસપીના ભાવ જાહેર કરાયા છે તે કરતાં ગત્વર્ષે કોટનના ઓપન માર્કેટના ભાવ બમણાં કરતાં પણ વધી ગયા હોવાથી તેનાથી આકર્ષાયને ખેડૂતો દ્વારા વધુ વાતેવર કરાયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત ડેટા અનુસાર ૪ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ૧૨૧.૨૨ લાખ હેકટરમાં વાવેતરની કામગીરી થઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈલોન મસ્કે ટેસ્લાના ૭૦ લાખથી વધુ શેર વેચ્યા
Next articleજિયોએ ૫જી કવરેજનું ૧ હજાર શહેરોમાં આયોજન પૂર્ણ કર્યું