Home અન્ય રાજ્ય સરકારે ખાદી ઉદ્યોગ માટે બનાવી નવી યોજના, ૫ વર્ષમાં આપશે ૫ કરોડ...

સરકારે ખાદી ઉદ્યોગ માટે બનાવી નવી યોજના, ૫ વર્ષમાં આપશે ૫ કરોડ લકોને રોજગાર

1992
0

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૦
વેચાણ ૩૫ કરોડથી વધીને ૫૨ કરોડે પહોંચ્યુ
માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (સ્જીસ્ઈ) મંત્રાલયે આગામી ૫ વર્ષોમાં ખાદી ઉદ્યોગ દ્વારા ૫ કરોડ લોકોને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્ય રાખ્યું છે. આગામી વર્ષોમાં ખાદી ગ્રામોઉદ્યોગમાં સૌર ઊર્જાથી ચાલતા કાપડ વણવાના મશીનો લાવવામાં આવશે. જેના દ્વારા આગામી ૫ વર્ષોમાં દેશભરમાંથી ૫ કરોડ લોકો રોજગારી મેળવી શકશે.
કેન્દ્રીયપ્રધાન ગીરીરાજસિંહે કહ્યું કે, વર્તમાન સમયમાં દેશના કુલ કાપડ ઉદ્યોગમાં ખાદી માત્ર ૧ ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ છેલ્લાં ૨ વર્ષમાં સતત પ્રયાસોને કારણે ખાદી ઉદ્યોગની પ્રોડક્ટનું વેચાણ ૩૫ કરોડ રૂપિયા (વર્ષ ૨૦૧૪માં)થી વધીને ૫૨ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.
ખાદી ગ્રામોદ્યોગ દ્વારા ખાદીના કપડાંઓના સંયુક્ત પ્રમોશન માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓ અરવિંદ, રેમંડ, અને અન્ય કંપની સાથે ભાગીદારી કરી છે. તેની પાછળનું મુખ્ય ઉદ્દેશ ખાદીના કપડાને ખાસ કરીને યુવાનો અને કંપનીમાં પ્રચલિત કરવાનો છે. આ ઉપરાંત વાતાવરણને અનુકુળ અને ગુણવત્તાવાળા ખાદીના કપડાંને બજારમાં ઉતારવા માટે ફેશન ડિઝાઈનરોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ખાદીના કપડાંની ગુણવત્તાને વધુ સારી બનાવવા માટે જીરો ડિફેક્ટ, જીરો ઈફેક્ટ યોજના શરૂ કરી છે. જેના કારણે ખાદી ઉત્પાદનોને વૈશ્વિક ધારા ધોરણો અનુરૂપ બનાવવામાં મદદ મળી શકે. આ ઉપરાંત દેશના પ્રમુખ શહેરોમાં આધુનિક ખાદીના કપડાંના પ્રિમિયમ શો રૂમ ખોલવાનો પણ નિર્ણય કર્યો છે.
દેશભરમાં ખાદીના કપડાંના ૭,૦૦૦ હજારથી વધારે શોરૂમ ચે જેમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મંત્રાલય ખાદી સ્ટોર નેટવર્કમાં પણ વધારો કરવા અંગે વિચારી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટીદાર ધારાસભ્યો સહિત ૫૩ નેતાઓને ભાજપ નહીં આપે ટિકિટ?
Next articleપીએમ મોદી જશે ઈઝરાયેલના પ્રવાસે : ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે