(જી.એન.એસ) તા. 13
અમદાવાદ,
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયા એ અમદાવાદ ખાતે નોટબૂક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શિક્ષણને વધુ વેગવંતુ બનાવવા વિરાટનગર ખાતે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન (એએમસી)ની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આયોજીત “નિ:શુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમ” માં વિકસિત ભારતના નિર્માણકર્તા એવા બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ પાનશેરિયાએ નોટબુક વિતરણ કાર્યક્રમમાં શિક્ષણને લઈ નિવેદન આપ્યું હતું. ખાનગી શાળામાં પ્રવેશ અંગે મંત્રીએ જણાવ્યું કે, બાળકો સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યાં છે. 4 હજાર મહાનગર પાલિકાની શાળામાં બાળકોએ પ્રવેશ લીધો છે. તેમણે સ્કૂલવાન અંગે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે પ્રત્યુત્તર આપતા કહ્યું કે, સરકાર અને અધિકારીઓ કાયદેસરની કામ કરી જ રહ્યા છે, સ્કૂલ વાન પ્રાઇવેટ હોવા છતાં રાજ્ય સરકાર ધ્યાન રાખી રહી છે. ફાયર સેફ્ટી અને સ્કૂલ શેડ અંગે એએમસી ની કામગીરી કરી રહ્યું છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ પ્રવેશ મેળવે એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિના કારણે બાળકો આગળના વર્ષે જે ઇચ્છે એમ મુજબ અભ્યાસ કરી શકે એ જરૂરી છે. અત્યાર સુધી બી ગ્રુપમાં માત્ર સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકતા હતા. સરકારના નિર્ણયથી ૧૧ સાયન્સમાં ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થી પ્રવેશ માટે સમર્થ બનશે. સમગ્ર રાજ્યમાં ૨ લાખ બાળકો પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળાઓમાં જોડાયા છે. સરકારની સારી નીતિઓના કારણે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે તેમ શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.