Home Uttarakhand સરકારી નિયમને નકારીને HC એ ચૂકાદો આપ્યો, પ્રેગ્નેંટ મહિલા સરકારી નોકરી માટે...

સરકારી નિયમને નકારીને HC એ ચૂકાદો આપ્યો, પ્રેગ્નેંટ મહિલા સરકારી નોકરી માટે યોગ્ય નથી

47
0

ઉત્તરાખંડ હાઈકોર્ટે ગર્ભવતી મહિલાઓને સરકારી નોકરી માટે યોગ્ય ગણવાતા અટકાવતા નિયમને ફગાવી દીધો

(જી.એન.એસ),તા.૨૫

ઉત્તરાખંડ

લોકતંત્રમાં સંવિધાન સર્વોચ્ચ હોય છે. ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી તેના આધારસ્તંભ છે. સરકાર સંવિધાનને ધ્યાનમાં રાખે છે તો વિપક્ષ સમયાંતરે સંવિધાનની દુહાઇ આપે છે. સંવિધાન 26 જાન્યુઆરી 1950 રોજ લાગૂ થયું. બદલાત સમયને જરૂરૂરિયાતો મુજબ સંવિધાનમાં પણ ફેરફાર થયા. મોદી સરકાર પોતે અંગ્રેજોના જમાનાથી ચાલતા આવતા હજારો નિયમોને બદલી ચૂકી છે. તેમછતાં આજે પણ ભારતમાં કેટલાક એવા નિયમ છે, જે સંવિધાન સાથે મેચ થતા નથી. એવામાં એક મામલો ઉત્તરાખંડ હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતાં એક નિયમને રદ કર્યો.  ઉત્તરાખંડ હાઈકોર્ટે ગર્ભવતી મહિલાઓને સરકારી નોકરી માટે યોગ્ય ગણવાતા અટકાવતા નિયમને ફગાવી દીધો હતો. ઉત્તરાખંડ હાઈકોર્ટે કહ્યું, ‘માતૃત્વ એ કુદરતનું વરદાન અને વરદાન છે, તેના કારણે મહિલાઓને રોજગારથી વંચિત ન રાખી શકાય.’

કોર્ટનો આ નિર્ણય મીશા ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યો છે, જેમાં તેણીને ગર્ભાવસ્થાના કારણે નૈનિતાલના બીડી પાંડે હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસરની પોસ્ટ પર નિમણૂક કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.જોકે મેડિકલ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ડાયરેક્ટર જનરલ દ્વારા જોઇનિંગ લેટર ઇશ્યૂ કરવામાં આવ્યો હોવા છતાં હોસ્પિટલ પ્રશાસને ફિટનેસ સર્ટિફિકેટને ટાંકીને જોઇનિંગ આપવાનો ઇનકાર કર્યો હતો. મેનેજમેન્ટે તેણીને ભારત સરકારના ગેઝેટિયર નિયમ હેઠળ જોડાવા માટે અસ્થાયી રૂપે અયોગ્ય ગણાવી હતી, તેમ છતાં તેણીને ગર્ભવતી હોવા સિવાય અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ન હતી. જસ્ટિસ પંકજ પુરોહિતની સિંગલ બેંચે શુક્રવારે હોસ્પિટલના પ્રશાસનને નિર્દેશ આપ્યો કે તે તાત્કાલિક સુનિશ્વિત કરે કે 13 અઠવાડિયાની ગર્ભવતી યાચિકાકર્તા નર્સિંગ અધિકારી મીશા જલદી પોતાની નોકરી જોઇન કરે.

કોર્ટે આ નિયમને લઇને ભારતના રાજપત્રમાં નોંધાયેલ (અસાધારણ) નિયમો પર પણ આકરી નારાજગી વ્યક્ત કરી. જેમાં 12 અઠવાડિયાથી વધુ ગર્ભાવસ્થાવાળી મહિલાઓને ‘અસ્થાયી રૂપથી અયોગ્ય’ રૂપમાં લેબલ કરવામાં આવી છે. કોર્ટે આ વાત પર ભાર મૂકતાં કહ્યું કે, ‘મહિલાને માત્ર આના કારણે નોકરી નકારી શકાય નહીં; જેમ કે રાજ્ય દ્વારા જણાવાયું છે. આ કડક નિયમને કારણે આ કામમાં વધુ વિલંબ થઈ શકે નહીં. આ ચોક્કસપણે કલમ 14, 16 અને 21નું ઉલ્લંઘન છે. હાઈકોર્ટે સરકારી નિયમ હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની કાર્યવાહીને બંધારણીય અનુચ્છેદનું ઉલ્લંઘન ગણાવી તેને મહિલાઓ વિરુદ્ધ અત્યંત સંકુચિત માનસિકતાનો નિયમ ગણાવ્યો હતો. હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં વધુમાં કહ્યું કે, ‘મેટરનિટી લીવને બંધારણના મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે. સગર્ભાવસ્થાના આધારે કોઈ વ્યક્તિને રોજગારથી અટકાવવું એ એક વિરોધાભાસ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા:- રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો
Next articleIRFએ MORTHને પેસેન્જર અને સ્કૂલ બસો સહિત ભારે વાહનોમાં સીટ બેલ્ટનો ઉપયોગ ફરજિયાત બનાવવા વિનંતી કરી