હાલમાં કોરોનાના માહોલ વચ્ચે દેશભરમાં કોરોના રસીની જ ચર્ચા થઈ રહી છે પણ મોદી સરકાર દેશમાં મહિલાઓમાં ઝડપથી વધી રહેલા સર્વાઇકલ કેન્સરને રોકવા માટે શાળા લેવલે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ શરૂ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા 9 થી 14 વર્ષની ઉંમરની છોકરીઓને શાળામાં જ સર્વાઇકલ કેન્સર નિવારણ માટે CERVAVAC રસી આપવામાં આવશે. જે છોકરીઓ માટે અતિ ઉપયોગી છે. છોકરીઓ શાળામાં આ રસી મેળવી ન શકે તેમને માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સર્વવેક રસીનું રસીકરણ અભિયાન ચલાવવાનો નિર્ણય નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)ની ભલામણ પર લેવામાં આવ્યો છે. આ રસીને પગલે છોકરીઓને બહુ મોટો ફાયદો થશે. એક અહેવાલ મુજબ આ રસી ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 2023 ના મધ્ય સુધીમાં આ સ્વદેશી રૂપે તૈયાર કરવામાં આવેલ સર્વવેક રસી ભારતમાં શરૂ થઈ જશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આ રસીને મંજૂરી પણ આપવામાં આવી છે.
9 થી 14 વર્ષની કિશોરીઓ માટે વન-ટાઇમ કેચ-અપ રસી આપવામાં આવશે. ત્યાર બાદ 9 વર્ષની છોકરીઓને પણ આપી શકાય છે અને ભારતમાં તૈયાર થયેલ આ HPVરસીની કિંમત રૂપિયા 200 નક્કી કરવામાં આવી છે. શાળાઓમાં કોર્ડીનેશન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ માટે સરકારે મસમોટું આયોજન કર્યું છે. જેમાં દરેક સરકારી અને ખાનગી શાળાઓમાં સંકલન કરવા માટે એક નોડલ ઓફીસરની નિમણૂક કરવા સૂચનાઓ અપાઈ છે. સરકાર 9-14 વર્ષની વયની છોકરીઓની સંખ્યાનો ડેટા તૈયાર કરશે. આ માટે સરકાર સોશિયલ મીડિયાનો પણ સહારો લઈ શકે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.