Home દેશ - NATIONAL સરકારનો મોટો નિર્ણય, “કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ...

સરકારનો મોટો નિર્ણય, “કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ ફરજીયાત”

37
0

રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું નિધન થઈ ગયું હતું. આ વિશે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓએ પણ સીટ બેલ્ટ પહેરવો પડશે.

આ માટે કેટલો દંડ રાખવો તે અંગેની માહિતી આપતા નીતિન ગડકરીએ કહ્યુ કે તેમનું મંત્રાલય તેવા લોકો પર દંડ ફટકારવાની યોજના બનાવી રહ્યું છે, જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર સફર કરે છે, ભલે તે આગળ કે પાછળ ગમે તે સીટ પર બેઠા હોય. હવે તેના પર જલદી દંડ ફટકારવામાં આવશે.

નવી દિલ્હીમાં આયોજીત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાઇરસ મિસ્ત્રી વિશે મીડિયાના સવાલોનો જવાબ આપ્યો હતો. અને નીતિન ગડકરીએ તે સ્વીકાર કરતા કહ્યું કે ભારતમાં રોડ અકસ્માત વધુ થાય છે. છતાં તેમણે પ્રસ્તાવિત નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન પર ફટકારવામાં આવતા દંડની રકમનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કરી દીદો છે.

પરંતુ તેમણે કહ્યું કે કાર બનાવતા સમયે એરબેજને ફરજીયાત બનાવવાની જોગવાઈની સાથે નવા નિયમની કારોને તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં 1 વર્ષની અંદર 500,000 દુર્ઘટનાઓનો રેકોર્ડ જોઈને દંગ રહી ગયો છું. ગડકરીએ ઉલ્લેખ કર્યો કે રોડ દુર્ઘટનામાં 60 ટકા 18-34 ઉંમર વર્ષના લોકો સામેલ છે.

મંત્રીએ ગ્રામીણ વસ્તીના શહેરી ક્ષેત્રમાં ભારે પ્રવાસ પર અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આજે ગામો અને વન ક્ષેત્રોમાં 65 ટકા લોકો જીડીપીના 12 ટકાથી વધુનું યોગદાન કરતા નથી. અને તમારે જાણી લેવું જોઈએ શું છે નિયમ?.. કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989) ની કલમ 138 (3) અનુસાર તમે જે કારમાં નિયમ 125 કે નિયમ 125ના ઉપ-નિયમ (1) કે ઉપ-નિયમ (1-એ) હેઠળ સીટબેલ્ટ પ્રદાન કરે છે.

તે કારમાં ચાલક અને આગળની સીટ પર બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. સાથે 5 સીટર કારોમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠેલા યાત્રીકોનો ફેસ સામેની તરફ છે, તેમાં ચાલતા સમયે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે.

સીટબેલ્ટ લગાવવો કાયદા દ્વારા ફરજીયાત છે અને તેમાં દંડ પણ સામેલ છે. પરંતુ લોકો તેનું પાલન કરતા નથી. 2019માં ભારતમાં મોટર વાહન સંશોધન અધિનિયમ 2019માં સીટબેલ્ટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારી 1 હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ રજાઓ પર, તેમની ગેરહાજરીમાં વેદાંત પટેલને મળી આ તક
Next articleઅમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ