Home દેશ સરકારની સ્પષ્ટતા પછી હવે મિડીયા બતાવે કે ક્યા કેટલા આતંકી માર્યા ગયા….?

સરકારની સ્પષ્ટતા પછી હવે મિડીયા બતાવે કે ક્યા કેટલા આતંકી માર્યા ગયા….?

515
0

મીડિયાને ઢાલ બનાવીને પોતાનો એજન્ડા સેટ કરી રહેલા કેટલાક રાજકીય નેતાઓના ષડયંત્રનો શિકાર ક્યાં સુધી બનશે ચોથી જાગીર…..?, આને માટે કોણ જવાબદાર છે….?ખુદ મિડીયા કે કોઈ બીજા….?

(જીએનએસ: હર્ષદ કામદાર)
એર સ્ટાઈકને લઇને રાજકીય ખેલ શરૂ થઈ થઈ ગયો છે અને એ થવાનો જ હતો કેમકે ચૂંટણી માથા ઉપર છે સરકારના એક મંત્રી એસ.એસ અહલુવાલીયાએ બહુ મોટું અને ચોકાવનારુ નિવેદન આપ્યું .તેમણે સિલિગુડીમાં પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે હવાઇ હુમલાનો ઉદ્દેશ્ય પડોશી દેશને ચેતવણી આપવાનો હતો કોઈને મારવાનો ન હતો વડાપ્રધાન મોદી કે ભાજપના પ્રવક્તા કોઈએ નથી કહ્યું કે હવાઈ હુમલામાં 300 લોકો માર્યા ગયા……! પરંતુ ભારતના મીડિયા અને સોશિયલ મીડિયામાંજ આવા આંકડા આવ્યા કે 300 થી લઈને 350 આતંકી માર્યા ગયા આપણા વડાપ્રધાન મોદીએ એવું ક્યારેય નથી કહ્યુ કે હવાઈ હુમલામાં કેટલા માર્યા ગયા અહલુવાલીયા સરકારના એક જવાબદાર મંત્રી અને અંગ છે તેમનું નિવેદન સરકાર નું નિવેદન હોય છે તેમના આ વિવાદી નિવેદન પછી સરકાર કે ભાજપાએ આ બાબતે પોતાને દૂર નથી કર્યા મંત્રી અહલુવાલિયા નું નિવેદન એ ચાપલૂસી મીડિયા ના ગાલ ઉપર તમાચો છે જે સરકારના તળિયા ચાટી રહ્યા છે જે મોદી સરકારનો એજન્ડા છે તેને પોતાનો માનીને ચોથી જાગીરની હત્યા નહીં પરંતુ આત્મહત્યા કરી રહ્યા છે.
આ એજ મીડિયા છે જે ભારતીય સેનાને નકશા-આંકડા વગેરે બતાવીને વગર પૂછે સલાહ આપી રહ્યા હતા કે આપણી સેનાને કહો કે હુમલો કરવો જોઈએ…….! આવા એન્કર કે જેને કદી પણ યુદ્ધ જોયું નથી તેઓ સેનાને અને મોંઘવારીમાં પિસાઈ રહેલા લોકોને ભડકાવી રહ્યા હતા કે ભારતે યુધ્ધ કરવું જોઈએ…..! સેનાના જવાનોએ ક્યાં હુમલો કરે તો જીતી શકે છે તેવુ ચાપલૂસી મીડિયાના અતિઉત્સાહી એન્કર સેનાપતિની અદામાં બતાવી રહ્યા હતા યુદ્ધનો ઉન્માદ નશાથી ઓછો નથી અને એ નશો ઉતરી ગયો હોય તો અને હજુ પણ ન ઊતર્યો હોય તો અહલુવાલિયાના નિવેદન પછી આ નશો ઉતારી જવો જોઈએ મોદી સરકાર ના મંત્રી મહોદય ભોળા ભાવથી કઈ રહ્યા કે 300 આતંકી માર્યા ગયા આ આંકડા અમે નથી આપ્યા.આતો મીડિયાએ આપ્યા છે તેમણે ભારતના મીડિયાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યો છે કે મીડિયાને આવુ કોણે બતાવ્યું કે 300થી વધુ આતંકી માર્યા ગયા……?સરકારે ? સેનાના કોઈ સોર્સ દ્વારા કે પછી 350 કિલો ગ્રામ આરડીએક્સથી 40થી વધુ જવાનોને શહિદ કર્યા તો તેના બદલામાં વાયુસેનાએ 350 આતંકીઓને મારી પાડ્યા એવુ કોઈએ તાલમેળ બેસાડીને કહ્યુ…..? કે પછી આ આંકડા ચાપલૂસી મીડિયાએ પોતાના તેજતર્રાર દિમાગનો ઉપયોગ સરકારના પક્ષમાં જાહેર કર્યો….? ભારતના મીડિયાને કોઈ ગોદી મિડીયા કહે છે તો કોઈ ચાપલૂસી મીડિયા તો કોઈ કેવુ કહે છે. આખરે મીડિયા અંગે આવુ શા માટે કહેવામાં આવી રહ્યું છે. મીડિયાને માટે આવા અપમાનજનક શબ્દનો પ્રયોગ શા માટે થઈ રહ્યો છે……? આને માટે કોણ જવાબદાર છે….?ખુદ મિડીયા કે કોઈ બીજા….?મંત્રી અહલુવાલિયાના નિવેદનનો મિડીયાએ જવાબ આપવો જોઈએ અને બતાવવું જોઈએ કે આ આંકડા કોને કયા આધાર પર આપ્યા…..? સરકાર આ વાતથી છટકી રહી છે વડાપ્રધાને પણ આ આંકડા નથી કહ્યા, વાયુસેનાએ પણ નથી કહ્યા ભાજપાએ પણ નથી કહ્યિ તો પછી પુરી જવાબદારીની મીડિયા ઉપર કેવી રીતે આવી….? શા માટે સોશિયલ મીડિયામાં લોકો લોકો હવે એવુ લખે છે કે આ વાત આપને ભારતની મીડિયા નહીં બતાવે….! આવું તો પહેલા ભારતના મીડિયામાં કદાપી નથી થયુ.મીડિયાને ઢાલ બનાવીને પોતાનો એજન્ડા સેટ કરી રહેલા કેટલાક રાજકીય નેતાઓના ષડયંત્રનો શિકાર મિડીયા ક્યાં સુધી બનશે …..? ક્યા સુધી ચાલશે આવી ચાપલુસી….? વાચકોને અને દર્શકોને અસલી ચોથી જાગીર જોવા મળશે કે સાચું જ નિષ્પક્ષ પત્રકારત્વ…..? હજુ પણ સમય છે મિડુયા સમજી જાય, એના પહેલા કે મોડું ન થઈ જાય…… કહી દેર ના હો જાય…..!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજેમના ઘરમાંથી કોઈ મરવાનું નથી તેવા લોકો યુધ્ધ-યુધ્ધની બુમો પાડે છે
Next articleમાહિતી ખાતામાં લોલંલોલ…”મેટ્રિક ફેલ ગોલ્ડ મેડાલિસ્ટનો ઇન્ટરવ્યૂ લે” જેવો ઘાટ..!