Home ગુજરાત સરકારની યોજનાઓ થકી નાગરિકોની જીવનશૈલીમાં આમુલ પરિવર્તન  લાવવાની યાત્રા એટલે વિકસિત ભારત...

સરકારની યોજનાઓ થકી નાગરિકોની જીવનશૈલીમાં આમુલ પરિવર્તન  લાવવાની યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

15
0

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાંધીનગરના પૂન્દ્રાસણ ગામ ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રામજનોએ લીધા સામુહિક શપથ

(જી.એન.એસ),તા.૦૪

સમગ્ર દેશ સહિત ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકાઓના અંતરિયાળ ગામડાઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી  વિકસિત ભારત સંકલ્પ યાત્રા, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સંકલ્પ સાથે ગામેગામ ફરી યોજનાઓની લહાણી કરી રહી છે. આ સંકલ્પ રથ કેન્દ્ર અને રાજ્યની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભ જનજન સુધી પહોંચાડવા સહિત વંચિત લાભાર્થીઓને આવરી લઈને સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આગળ વધી રહી છે.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ગાંધીનગર ના પૂન્દ્રાસણ ગામ પહોંચતા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાની બાલિકાઓએ ભારતીય સંસ્કૃતિ મુજબ સંકલ્પ રથનું કુમકુમ તિલક અને ફુલહારથી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે  ઉપસ્થિત મહાનુભાવો  સહિત સૌ ગ્રામજનોએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્ન અને લક્ષ્યને હાંસલ કરવા માટે સામુહિક શપથ લીધા હતા. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી અને સરકારની ઉપલબ્ધિઓ દર્શાવતી ઝાંખી અંગે શોર્ટફિલ્મ નિહાળી હતી.પૂન્દ્રાસણ પ્રાથમિક શાળના બાળકો થકી હાજર ગ્રામજનોને સ્વચ્છતા અંગે સમજ આપતા નાટક તથા નૃત્યકૃતિની રજૂઆત કરી સ્વચ્છતા જાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમીતીના ચેરમેનશ્રી ભરતજી ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભથી નાગરિકોની જીવનશૈલીમાં આમુલ પરિવર્તન આવ્યું છે. આજે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, બિમારીના સમયમાં કોઈની પાસે હાથ લંબાવવો ન પડે તે માટે સરકારે વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર કરતી આયુષ્માન કાર્ડ યોજના અમલી બનાવી છે, ગામેગામ પાકા રસ્તાઓ તેમજ ખેતીલક્ષી યોજનાઓથી ખેડૂતોને આર્થિક સહાય આપતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સહિતની અનેકવિધ યોજનાઓથકી સમાજના સર્વાંગી વિકાસને સરકારે કેન્દ્રસ્થાને રાખ્યું છે.

કાર્યક્રમ દરમિયાન હરઘર શૌચાલય અને જલજીવન મિશન અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયા બદલ પૂન્દ્રાસણ ગામના સરપંચશ્રી તથા તલાટીશ્રીને શુભેચ્છા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, લાભાર્થીઓને યોજનાકીય લાભો અંગેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે યોજાયેલા વિનામૂલ્યે આરોગ્ય કેમ્પમાં ગામલોકોએ લાભ લીધો હતો. વધુમાં ગામમાં યાત્રાના આગમન પ્રસંગે કાર્યક્રમ સ્થળે સરકારના વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા નિદર્શન સ્ટોલ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.વિશેષ યોજનાઓ થકી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર લાભાર્થીઓ દ્વારા મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાની વાત રજૂ કરી અન્યોને યોજનાઓના લાભ લઈ જીવન ધોરણ શ્રેષ્ઠ બનાવવા પ્રેરિત કરાયા હતા.

આજ રીતે બપોર બાદ યાત્રા દહેગામના હિલોલ, ગાંધીનગર તાલુકાના પીપળજ ,પિંડારડા અને કલોલ ના ભીમાસણ ગામે પહોંચી હતી. જ્યાં ગામના સરપંચશ્રીની આગેવાની હેઠળ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું. યોજનાના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાની વાત રજૂ કરી અને લાભાર્થીઓ માટે પ્રેરણા પૂરી પાડી હતી. ગામની શાળા ના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.

આ પ્રસંગે પૂન્દ્રાસણ ગામના સરપંચશ્રી તથા ગામના સભ્યો, આગેવાનો અને લાભાર્થી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field