Home ગુજરાત સરકારના ચોપડે ગુજરાતમાં કુલ 344માંથી કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 285...

સરકારના ચોપડે ગુજરાતમાં કુલ 344માંથી કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 285 કામ પૂર્ણ

19
0

(GNS),30

અમદાવાદ સહિત અનેક શહેરો જિલ્લાના મુખ્ય મથકોમાં ખાડા પડવાથી લઇને ટ્રાફિક, પ્રદૂષણ, નદીઓમાં ઠલવાતો ઔદ્યોગિક કચરો સહિત અન્ય નાગરિક સેવાઓની અનેક સમસ્યાઓ હોય, પરંતુ સરકારના ચોપડે ગુજરાતમાં કુલ 344માંથી કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 285 કામ પૂર્ણ થઇ જવા પામ્યા છે. એટલું જ નહીં, આ કામ પાછળ 9087.17 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થઇ ગયો છે!હાલ 59 જેટલા કામ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહ્યા છે, જેની પાછળ કુલ 3384.95 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અહેવાલ અનુસાર, ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન શરૂ કરાયું છે. તે અંતર્ગત દેશના 100 શહેરમાં 7978 પ્રોજેક્ટમાંથી 5909 પ્રોજેક્ટ (74 ટકા) પૂર્ણ થઇ ગયા છે. 7 જુલાઇ-2023 સુધીમાં 100 શહેરો માટે કેન્દ્ર સરકારે 73,454 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રિલીઝ કરી છે તેમાંથી 66,203 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરી દેવાયો છે. જે પ્રોજેક્ટ બાકી રહી ગયા છે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા જૂન-2024 સુધીની સમય મર્યાદા લંબાવાઇ છે જેથી ત્યાં સુધીમાં જે તે શહેરોના કામ પૂર્ણ થઇ શકે. ગુજરાતમાં સ્માર્ટ સિટી અંતર્ગત 12472.12 કરોડના ખર્ચે કુલ 344 પ્રોજેક્ટ હાથ ધરાયા હતા. આ પ્રોજેક્ટમાં મજબૂત આઇટી કનેક્ટિવિટી, ઇ-ગવર્નન્સ, ડિજિટલાઇઝેશનના કામો વધારવા, ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા, જાહેર પરિવહન, આરોગ્ય-શિક્ષણની શહેરી સુવિધામાં વધારો, પર્યાવરણમાં સુધારો, બાળકો, વૃધ્ધો-મહિલાઓને લગતી સુવિધા સુરક્ષાના કામો વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરના 67 કામ પાછળ 2511 કરોડનો ખર્ચ થયો છે અને 792 કરોડના 3 કામ બાકી છે. ગાંધીનગરના 26 કામ પાછળ 500 કરોડ, રાજકોટના 42 કામ પાછળ 993 કરોડ, સુરતમાં 79 કામ માટે 2811 કરોડ, વડોદરામાં 36 કામ માટે 1596 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે દાહોદમાં 325 કરોડના 12 કામ, ગાંધીનગરમાં 506 કરોડના 6 કામ, રાજકોટમાં 1167 કરોડના 29 કામ, સુરતમાં 245 કરોડના 3 કામ અને વડોદરામાં 347 કરોડના 4 કામ બાકી છે. જે આગામી સમયમાં પૂર્ણ કરાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિવિલ હોસ્પિટલમાંથી ટોઇલેટની પાછળના કાચ ઊંચા કરી કાચા કામનો કેદી ફરાર
Next article7 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ફરજ બજાવતા પોલીસ યુનિફોર્મની ખાસ ડિઝાઈન પણ તૈયાર