(જી.એન.એસ)તા.૧૫
વડોદરા,
આંખમાં ટાઇલ્સના ટૂકડો ઘુસી જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા ૨૦ વર્ષના યુવાનની ન્યૂરો સર્જરી અને ઓપ્યોમોલોજી વિભાગના ડોક્ટરો દ્વારા શસ્ત્રક્રિયા કરીને જીવ બચાવવામાં આવ્યો હતો. શહેર નજીકના સલાડ ગામે પરિવાર સાથે રહેતો ઈમ્તિયાઝ મનસુરી પોર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત એ રાત્રે પોણા બાર વાગ્યે ઈમ્તિયાઝ કામ કરી રહ્યો હતો. તે દરમિયાન કટર મશીન ફાટી જતા ટાઈલ્સનો ટૂકડો ઉડીને ડાબી આંખની ઉપર ભમરમાં ઘૂસી ગયો હતો. તે લોહીલુહાણ થઈ જતા તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ન્યૂરો સર્જરી અને ઓપ્થોમોલોજી વિભાગ દ્વારા સાથે મળીને દર્દીની ડાબી આંખની ઉપર ભમરના ભાગે ઘુસેલો ટાઈલ્સનો ટૂકડો ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. આવા કેસમાં કેટલીક વખત આંખ બચાવવાની સાથે મગજ ડેમેજ થતુ હોય છે. જો મગજની મુખ્ય નસને વધારે નુકસાન થાય તો દર્દીનું મૃત્યુ પણ થવાની સંભાવના હોય છે. જેથી, સયાજી હોસ્પિટલના ડોક્ટરોએ ખૂબ જ સાવચેતી પૂર્વક ઓપરેશન કર્યુ હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.