કેટલાક લોકો સમાજ ક્ષેત્રે સેવાકીય કર્યોથી પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે, પછી કોઈપણ સેવા હોય. આજની દોડધામ ભરેલી જિંદગીમાં સમય કાઢીને લોકસેવાનું કામ કરનાર ઘણાં ઓછા લોકો હોય છે અને તેમાં પણ કોઈ વ્યવસાય અથવા તો વેપારી તરીકે કામ કરતા લોકો માટે તો સમાજ અથવા તો લોકસેવા માટે અઘરૂં હશે, પણ આવા સમય વચ્ચે પણ સેવા માટે સમય કાઢવો એ ખૂબ સારી બાબત છે. આવું જ એક કાર્ય અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની ઈશ્વરભાઈ ભાવસાર છે. મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની એવા ઈશ્વર ભાવસાર છેલ્લા 25 વર્ષથી લોક સેવા માટે વીતાવી દીધા છે.
કોઈપણ સમયે, કોઈપણ વ્યક્તિને તાત્કાલિક સેવા અથવા તો મદદ કરવા માટે પહોંચી જાય છે. આ સાથે જ ઈશ્વરભાઈએ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં શિલ્ડ અથવા તો પારિતોષિક અભિયાન શરૂ કરેલ છે. જેમાં સરડોઈ આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા, મેઢાસણ માધ્યમિક શાળા, ટીંટીસર – સજાપુર પ્રાથમિક શાળા, લાલપુર પ્રાથમિક શાળા, રામેશ્વર કંપા પ્રાથમિક શાળા, સાગાના મુવાડા પ્રાથમિક શાળા, પાંટા – 2 ભેંમાપુર પ્રાથમિક શાળા, મેઘરજ, ભાટકોટા પ્રાથમિક શાળા, વાંટડા અને પાદર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
સામાજિક ક્ષેત્રે જરૂરિયાત મંદોને આર્થિક સહાય, નિઃસહાય, નિરાધાર, વિધવાઓને પ્રસંગોપાત આર્થિક અનુદાન. વિવિધ સમાજમાં પ્રીતિભોજન, તીથી ભોજન, શ્રાધ્ધ ભોજન, ધાબળા-પાઘણા-ગરમકપડાં-જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ- નેત્ર નિદાન-સર્વરોગ નિદાન-સર્વરોગ નિદાન કેમ્પમાં સેવાકીય હાજરી, પાણીની પરબ વગેરે સેવાકીય કાર્યો કરે છે.
સરડોઈ ગામના આગેવાનોએ સમાજસેવક ઈશ્વરભાઈ ભાવસારને પ્રમાણ પત્ર અને મૉમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રદેશ ભાવસાર સમાજના આગેવાનો તેમજ મોડાસા નગર પાલિકાના પ્રમુખના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.