Home દેશ - NATIONAL સમલૈગિંકતાને અપરાધ માનવાના વિચાર પર ફરીથી વિચાર કરશે સુપ્રિમ કોર્ટ

સમલૈગિંકતાને અપરાધ માનવાના વિચાર પર ફરીથી વિચાર કરશે સુપ્રિમ કોર્ટ

546
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.08
સમલૈગિંક અધિકારોના પક્ષમા રહેલા લોકો માટે સોમવારે સુપ્રિમ કોર્ટમાંથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલત ધારા 377 પર નિર્ણય અંગે ફરીથી વિચારવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને બદલતા 2013માં સુપ્રીમ કોર્ટે સમલૈગિંકોના શારીરિક સંબંધોને ગેરકાયદેસર ગણાવ્યા હતા. સુપ્રિમ કોર્ટની 3 જજની બેન્ચ, જેની અધ્યક્ષતા ચીફ જસ્ટિસે કરી હતી. તેનો નિર્ણય આપતા કહ્યું કે, સંવિધાનિક પીઠ આઈપીસીની ધારા 377 અંતર્ગત સમલૈગિંકતાને અપરાધ માનવાના વિચાર પર ફરીથી વિચાર કરશે. સુપ્રિમો કોર્ટે 5 એલજીબીટી સમુદાયના લોકોની તરફથી દાયલ કરેલી અરજી પર સુનવણી કરતા કેન્દ્ર સરકાર પાસેથી આ મુદ્દે જવાબ માંગ્યો છે. અરજીકર્તાઓનું કહેવુ છે કે, પોતાની સેક્સ્યુઅલ ઓળખને કારણએ તેમને ભયના માહોલમાં જીવવુ પડે છે. સુપ્રિમ કોર્ટના 2013ના નિર્ણય પર ક્યુરેટિવ પિટીશન કરવામા આવી હતી, જેમા સંવિધાનિક અધિકારનો હવાલો આપવામાં આવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ આ મામલે અરજીકર્તાઓના વકીલ હતા. આ મામલે 2009મા દિલ્હી હાઈકોર્ટે સમલૈગિંકતાને અપરાધની શ્રેણીમાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ આપી હતી. જેના બાદ ડિસેમ્બર 2013મા હાઈકોર્ટના આદેશને પલટતા સમલૈગિંગતાને આઈપીસી ધારા 377 અંતર્ગત અપરાધ યથાવત રખાયો હતો.ઉલ્લેખનીય છે કે, દેશભરમાં હાલ એટલા સંગઠન છે, જે સમલૈગિંકતાને સમાન અધિકાર અને ગરિમાની સાથે જીવવાના અધિકાર માટે કામ કરી રહ્યાં છે. વિશ્વના અનેક દેશોમાં સમલૈગિંકોને હવે લગ્ન કરવાનો અધિકાર પણ મળી ચૂક્યો છે. તાજેતરમા જ ઓસ્ટ્રલિયામા સમલૈગિંગ વિવાહોનો અધિકાર આપવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબજેટને લઈને હાલ થઇ રહી છે ચર્ચા, મધ્યમવર્ગને મળશે રાહત
Next articleકાશ્મીરમાં હિઝબુલની એસિડથી હુમલો કરી આંધળા કરી દેવાની ધમકી આપતો વિડીયો વાયરલ