રોગ પ્રતિકારક રસી બાળકોને ગંભીર રોગો સામે સુરક્ષા આપે છે, માટે રસીકરણ અચૂકપણે કરાવો : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
૦ થી ૫ વર્ષના ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૦૦ અને જિલ્લાના ૬૪૨ બાળકોનું રસીકરણ કરાશે : મહાનગરપાલિકાની ૫૦ અને જિલ્લાની ૬૯ સગર્ભા બહેનોનું રસીકરણ કરાશે
મિશન ઇન્દ્રધનુષ ૫.૦ અંતર્ગત તા. ૦૭ થી ૧૨ ઓગસ્ટ, તા. ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને તા. ૦૯ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ઘરાશે
(GNS),07
ગાંધીનગર
રાજય વ્યાપી મિશન ઇન્દ્રધનુષ ૫.૦ નો શુભારંભ આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તેથી સેકટર- ૨૪ અર્બન હેલ્થ સેન્ટર, ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. મિશન ઇન્દ્રઘનુષના પાંચ તબક્કામાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસીથી વંચિત રહી ગયેલા ૩૦૦ બાળકો અને ૫૦ સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં ૬૪૨ બાળકો અને ૬૯ સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે.
મિશન ઇન્દ્રઘનુષ ૫.૦ નો શુભારંભ કરાવતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજયની તમામ સર્ગભા બહેનો અને ૦ થી ૫ વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વઘુમાં વઘુ લાભ લેવા માટે અનુરોઘ કર્યો છે. આ રોગ પ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી આ રસી અચૂકપણે લેવા પણ અપીલ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, આ રસીકરણ અભિયાન હેઠળ રાજયમાં ૦ થી ૫ વર્ષ સુઘીની વયના અંદાજીત ૫૦,૯૦૦ બાળકો અને ૭,૨૭૮ સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષ ૫.૦ હેઠળ તા. ૦૭ થી ૧૨ ઓગસ્ટ, તા. ૧૧ થી ૧૬ સપ્ટેમ્બર અને તા. ૦૯ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સર્ગભા બહેનોને ઘનુર અને ડિપ્થેરિયા જયારે બાળકોને થતાં ઓરી, રૂબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં ( ન્યૂમોનિયા અને મગજના તાવ ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા, વાયરસથી થતાં ઝાડા, ઓરી અને રૂબેલા જેવા ૧૧ રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવશે.
પાંચ તબક્કાના મિશન ઇન્દ્રઘનુષ રસીકરણ અભિયાન દરમ્યાન તા. ૦૭ થી ૧૨ ઓગસ્ટ દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ થી ૫ વર્ષના ૩૦૦ બાળકો અને ૫૦ સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૬૪૨ બાળકો અને ૬૯ સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લામાં રસીકરણ દરમ્યાન ૦ થી ૧ વર્ષના ૨૭૮, ૧ થી ૨ વર્ષના ૨૧૯ અને ૨ થી ૫ વર્ષના ૧૪૫ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.
સેકટર – ૨૪ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આરંભ થયેલા રાજય વ્યાપી મિશન ઇન્દ્રઘનુષના શુભારંભ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ર્ડા. કલ્પેશ ગોસ્વામી, કાર્પોરેટરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.