Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સપ્ટેમ્બર મહિનો શરૂ થયાની સાથે 5 નિયમોમાં થયા છે ફેરફારો, તે જાણવા...

સપ્ટેમ્બર મહિનો શરૂ થયાની સાથે 5 નિયમોમાં થયા છે ફેરફારો, તે જાણવા તમારે ખુબ જરૂરી છે

41
0

આજથી નવો સપ્ટેમ્બર મહિનો શરૂ થયો. આ મહિનો અનેક નવા ફેરફાર લઈને આવ્યો છે. એક સપ્ટેમ્બરથી થયેલા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે જે તમારે જાણવા ખાસ જરૂરી છે. કોઈ ફેરફારથી તમને ફાયદો થશે તો કોઈ ફેરફારથી તમારે હવે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. જેમાં ગેસ સિલિન્ડર, પ્રીમિયમ, પીએનબી બેંક, નેશનલ પેન્શન સ્કિમ અને પીએમ કિસાન સન્માન નિધિ નો સમાવેશ થાય છે.

જાણી લો કે શું ફેરફારો થવાના છે. સૌપ્રથમમાં ગેસ સિલિન્ડર વાત કરીએ તો એમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આજથી 91.5 રૂપિયા ઘટ્યા છે. દિલ્હીમાં તેના ભાવ ઘટીને 1885 રૂપિયા થયા છે જ્યારે પહેલા આ સિલિન્ડર 1976.50 રૂપિયાનો હતો. આ સતત પાંચમીવાર એવું બન્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મે મહિનામાં સિલિન્ડર 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચી ગયો હતો.

હવે પ્રીમીયમ જો વાત કરીએ તો એમાં તમારી વિમા પોલીસીનું પ્રિમિયમ એક સપ્ટેમ્બરથી ઘટશે. ઈરડા તરફથી જનરલ ઈન્શ્યુરન્સના નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ ગ્રાહકોને 30થી 35 ટકાની જગ્યાએ હવે ફક્ત 20 ટકા મિશન એજન્ટને આપવાનું રહેશે. જેની સીધી અસર પ્રીમિયમ પર પડશે. તેના પછી નેશનલ પેન્શન સ્કિમની વાત કરીએ તો નેશનલ પેન્શન સ્કિમમાં એક સપ્ટેમ્બરથી એકાઉન્ટ ઓપન કરવાવા બદલ પોઈન્ટ ઓફ પ્રેઝન્સને કમિશન અપાશે.

અત્રે જણાવવાનું કે PoP દ્વારા જ એનપીએસમાં રોકાણકારોને રજિસ્ટ્રેશન તથા અન્ય પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજથી PoP ને 10 રૂપિયાથી લઈને 15 હજાર રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવશે. અને ત્યારબાદ પીએનબી બેંકની વાત કરીએ તો જેમાં પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે કેવાયસી અપડેટ કરવાની તારીખ 31 ઓગસ્ટ હતી.

જો તમે હજુ સુધી તમારું કેવાયસી અપડેટ ન કરાવ્યું હોય તો તમારું ખાતું બ્લોક થઈ શકે છે. એટલે કે તમારે એકાઉન્ટ ઓપરેટ કરવા માટે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. અને પીએમ કિસાન સન્માન નિધિ જો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી.

સરકાર તરફથી વાંરવાર તારીખ આગળ વધારાયા બાદ પણ જો તમે કેવાયસી અપડેટ કરાવી શક્યા નથી તો તમને 12મા હપ્તાનો લાભ મળશે નહીં. અત્રે જણાવવાનું કે સરકાર કેવાયસી અપડેટ કરાવનારાના ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઊંઝા ગંજબજારના વેપારી સાથે રાજસ્થાની વેપારીએ રૂ.૧૪.૯૬ લાખની ઠગાઈ કરી
Next articleઇટાલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું થયું નિધન