Home ગુજરાત સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને

સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને

28
0

(જી.એન.એસ) તા. 10

રાજકોટ,

સનાતન ધર્મની રક્ષા કાજે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટના ત્રંબામાં આ સંત સંમેલન મળવાનુ છે. જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં મોટુ સંમેલન યોજાશે. આ સંમેલનમાં ખાસ તો હિંદુ દેવી-દેવતાઓ પરની ટિપ્પણી મુદ્દે કાયદાકીય પગલા લેવા અંગે નિર્ણય લેવાશે. જેમા ખાસ તો સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં ખોટી ચિતરેલી વાતોને દૂર કરવા ચર્ચા થશે. આ અંગકે ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુએ જણાવ્યુ છે કે જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉઠ્યો હતો. હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનનૈા દાસ દર્શાવતા સનાતનીઓમાં રોષ ફેલાયો હતો. વિવાદ વકરતા મંદિર પરિસરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા. આ ઉપરાંત સ્વામીનારાયણના અમુક પુસ્તકોમાં હિંદુ દેવી દેવતાઓ અંગે વિવાદી લખાણ લખાયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ અંગે મહંત મુક્તાનંદ બાપુએ જણાવ્યુ હતુ કે અમારી પાસે એ લખાણોની યાદી છે અને એ લખાણો દૂર કરવા અંગે અમે વિનંતિ કરીએ છીએ. કારણ કે ભાઈઓ તેનાથી એક જ ધર્મના લોકો વચ્ચે તિરાડ પડે છે, આ ત્રુટીઓ સુધારી લે. કોઈપણ દેવી દેવતાને નીચા ચીતરવા એ વ્યાજબી નથી. મનસ્વી રીતે પોતાની લીટી મોટી કરવા માટે એ બિલકુલ વ્યાજબી નથી.

આ સંમેલન અંગે રામેશ્વર બાપુ હરિયાણીએ આ અંગે વધુમાં જણાવ્યુ કે આ સંત સંમેલનમાં સહુ સંતો-મહંતો અને કથાકારો હાજર રહેશે.તેમા રાષ્ટ્રત્વને લગતા, સનાતન ધર્મને લગતા સનાતન શાસ્ત્ર, સનાતન દેવી દેવતાઓ ધર્મ પરિવર્તન, ગૌમાતા, પર્યાવરણ સહિત આપણા તીર્થક્ષેત્રો જેવા અનેક ધર્મને લગતા પ્રશ્નો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે.જ્યાં જ્યાં સનાતન ધર્મને હાનિ પહોંચે છે તેના સુધારા માટે વિચારણા કરાશે અને આ અંગે સરકાર સાથે પણ પ્રેમભાવથી સેતુબંધ બની વિચારણા કરી આગળ ધપાવવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં મોડીરાત્રે 2 હીટ એન્ડ રનની ઘટના
Next articleબીજા વિશ્વયુદ્ધમાં લડનાર ભૂતપૂર્વ અમેરિકન સૈનિક હેરોલ્ડ ટેરેન્સે 100 વર્ષની ઉંમરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને નવો રેકોર્ડ બનાવ્યો