Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. 571 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મામલે...

સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. 571 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મામલે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી

8
0

આમ આદમી પાર્ટી પર વધુ એક મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો

(જી.એન.એસ) તા. 19

નવી દિલ્હી,

દેશની રાજધાની દિલ્હીની પૂર્વ સરકાર (આમ આદમી પાર્ટી)ના રાજમાં પીડબ્લ્યૂડીના મંત્રી રહી ચૂકેલા AAP નેતા સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. 571 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આ મામલે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

દિલ્હીના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીબી) મધુર વર્માએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 17 (એ) હેઠળ પૂર્વ મંત્રી સત્યેન્દર જૈન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જૈને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂ. 571 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં સીસીટીવી ઈન્સ્ટોલ કરવામાં વિલંબ થતાં કંપની પર આપ સરકારે રૂ. 16 કરોડનો દંડ ફટકાર્યો હતો. જો કે, પછી જૈને રૂ. 7 કરોડની લાંચ લઈ આ દંડ માફ કર્યો હતો.

આ મામલે એસીબીના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં સરકારી શાળાઓના ક્લાસરૂમ અને બિલ્ડિંગના બાંધકામ પાછળ રૂ. 2000 કરોડનું કૌભાંડ થયુ હતું. જેમાં 12748 ક્લાસરૂમના બાંધકામ માટે રૂ. 8800 પ્રતિ ચો.ફૂટના દરે સરકાર પાસેથી કિંમત વસૂલવામાં આવી હતી. જ્યારે સામાન્ય રીતે સરેરાશ બાંધકામ ખર્ચ ચો.ફૂટ દીઠ રૂ. 1500 હતી.

આ બાબતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા 17 ફેબ્રુઆરી, 2020ના રોજ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં પીડબ્લ્યૂડી દ્વારા દિલ્હીની સરકારી સ્કૂલોના બાંધકામમાં ગેરરીતિઓ થઈ હોવાનો ખુલાસો થયો હતો. જુલાઈ, 2019માં ભાજપના નેતા હરીશ ખુરાના અને તે સમયે AAPના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાએ આ કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.

તા. 23 ઓગસ્ટ, 2019ના મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા લગાવવામાં વિલંબ થતાં દિલ્હી સરકારે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. પર રૂ. 16 કરોડનો દંડ ફટકાર્યો હતો. જો કે, ફરિયાદ અનુસાર, જૈને રૂ. 16 કરોડનો દંડ માફ કરવા ઉપરાંત વધુ 1.4 લાખ કેમેરા લગાવવા માટે કંપની સાથે સમાધાન કર્યું હતું. કંપનીને આ રાહત આપવા માટે જૈને રૂ. 7 કરોડની લાંચ લીધી હોવાનો દાવો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field