(જી.એન.એસ.) ગાંધીનગર, તા 27
ગુજરાત સરકાર દ્વારા શપથવિધિ સમારોહમાં ભાગ લેવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા જે પોસ્ટર-બેનર અને હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યાં તે ચર્ચાનો વિષય બન્યા છે. આ હોર્ડીંગ્સમાં ભાજપ સરકારે લખ્યું છે કે સુશાસનના સતત 22 વર્ષ પછી પણ વિજયી બનેલ સરકારના શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત છે… આમાં સુશાસનના સતત 22 વર્ષ પછી પણ….એવો જે ઉલ્લેખ છે તેને રાજકીય ક્ષેત્રે બીટવીન ધી લાઇન્સ તરીકે એવું મૂલ્યાંકન થઇ રહ્યું છે કે જો સુશાસન કર્યું હોય અને તે પણ સતત 22 વર્ષ સુધી તો સ્વાભાવિક રીતે જ લોકો તેમને હોંશે હોંશે ફરીથી વોટ આપે. ખોબલે ખોબલે મતો મળે અને એવો ઉલ્લેખ કરવો ના પડે કે સતત 22 વર્ષ પછી પણ….વિજયી બનેલ. ટૂંકસાર એ છે કે ખુદ ભાજપને ડર હતો કે ફરીથી સરકાર આવશે કે કેમ. અને ખુદ ભાજપને પણ નવાઇ લાગી કે સતત 22 વર્ષ પછી પણ(લોકો કંટાળ્યા નથી) અને ફરી સત્તા સોંપી છે. હોર્ડીંગના શબ્દોમાંથી ભાજપની છુપી હાર ઝળકે છે…ટપકે છે એમ પણ રાજકીય નિરીક્ષકોનું માનવું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.