Home રમત-ગમત Sports સચિન તેન્ડુલકરે સેમિફાઈનલમાં પહોંચનારી ટીમોની પસંદગી કરી

સચિન તેન્ડુલકરે સેમિફાઈનલમાં પહોંચનારી ટીમોની પસંદગી કરી

40
0

(GNS),06

વર્લ્ડકપ 2023ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની શાનદાર જીત સાથે ધમાકેદાર થઈ છે. ભારત ઉપરાંત માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ભારત દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં સેમિફાઈનલમાં પહોંચવા માટે દાવેદાર માનવામાં આવે છે. સચિને સેમિફાઈનલમાં પ્રવેશવા માટે જે ટીમો પસંદ કરી છે તેમાં પાકિસ્તાનનો સમાવેશ કર્યો નથી. આપને જણાવી દઈએ કે, ICC વર્લ્ડકપ ક્રિકેટની શરૂઆત સચિને ટ્રોફીને પીચ પર લઈ જવાની સાથે કરાઈ હતી. બાદમાં ICC સાથે વાત કરતા સચિને કહ્યું, ‘ટ્રોફી લેવી એ એક સારો અનુભવ હતો. અમે આ મેદાન પર 2011 વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતી હતી. 12 વર્ષ પછી આ ગ્રાઉન્ડ પર આવવું એક શાનદાર અનુભવ છે.. વર્લ્ડકપ 2011માં ભારતીય ટીમ ચેમ્પિયન બનવાની યાદોને યાદ કરતા તેમણે કહ્યું કે, અમે વર્લ્ડકપ જીત્યા તે રાત ખાસ હતી. આખો દેશ અમારી સાથે ઉજવણીમાં ડૂબેલો રહ્યો હતો. 2011 સુધી, કોઈપણ યજમાન દેશ ટૂર્નામેન્ટ જીતી શક્યો ન હતો પરંતુ હવે લગભગ દરેક યજમાનોએ આવું કર્યું છે, તેથી ભારતીય ટીમની સંભાવનાઓ વિશે અમારી ‘ફિંગર ક્રોસ્ડ’ છે. સચિનનું માનવું છે કે ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં ચેમ્પિયન બની શકે છે.

ક્રિકેટ સાથે જોડાયેલા પોતાના બાળપણના અનુભવને શેર કરતા માસ્ટર બ્લાસ્ટરે કહ્યું, ‘વર્ષ 1983માં, મેં પહેલીવાર ભારતીય ટીમને ટીવી પર વર્લ્ડકપ જીતતા જોઈ, મને તે સમયે વર્લ્ડકપ જીતવાના મહત્વ વિશે બહુ ખબર નહોતી. તે સમયે હું નાનો હતો પરંતુ લોકો જે રીતે ઉજવણી કરી રહ્યા હતા તે રીતે હું પણ ઉજવણીમાં ભાગ લેતો હતો. 1987ના વર્લ્ડકપ દરમિયાન હું વાનખેડે સ્ટેડિયમમાં બોલ બોયની ભૂમિકામાં હતો. સચિને વર્ષ 1992માં ભારત માટે પ્રથમ વખત વર્લ્ડકપ રમ્યો હતો. તેઓ 1992થી 2011 સુધી 6 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યા છે.. વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની ચેમ્પિયન બનવાની તકો અંગે તેમણે કહ્યું, ‘મને આશા છે કારણ કે અમારી ટીમ સારું ક્રિકેટ રમી રહી છે. જો ટીમ બાબતોને સરળ રાખે છે અને મૂળભૂત બાબતોને વળગી રહે છે, તો તે આ કરી શકે છે. અમારી પાસે મજબૂત બેટિંગ લાઈન છે, ખૂબ જ સારું ઓલરાઉન્ડ બોલિંગ આક્રમણ છે.’ વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચેલી ચાર ટીમો વિશે તેમણે કહ્યું – કોઈ શંકા વિના.. ભારત તેમાંથી એક છે. આ સિવાય તેમણે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનું નામ પણ લીધું હતું. સચિને કહ્યું કે ભારતીય ટીમ ઘણી સંતુલિત છે. ઓસ્ટ્રેલિયાની ટીમનું સંતુલન પણ સારું છે અને તેમાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડની ટીમ પણ ઘણી મજબૂત છે અને તેમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. ન્યૂઝીલેન્ડની ટીમની વાત કરીએ તો વર્લ્ડકપમાં તેનું પ્રદર્શન હંમેશા સારું રહ્યું છે. આ ટીમ 2015 અને 2019માં ફાઈનલમાં પહોંચી હતી પરંતુ હારને કારણે ટાઈટલથી વંચિત રહી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડના બે દિગ્ગજ કલાકારો ફિલ્મોમાં સાથે જોવા મળ્યા નથી
Next articleભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશને 9 વિકેટે હરાવી ફાઇનલમાં પહોંચી ગઇ