Home દેશ - NATIONAL સચિન તેંડુલકરએ મહારાષ્ટ્રમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં એક કિસ્સો યાદ કર્યો

સચિન તેંડુલકરએ મહારાષ્ટ્રમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં એક કિસ્સો યાદ કર્યો

69
0

(GNS),03

સચિન તેંડુલકર એ વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેણે માત્ર તેની રમવાની શૈલી જ નહીં પરંતુ તેના સારા વર્તનથી પણ કરોડો ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. આ બધા સિવાય સચિન હંમેશા સમાજ માટે આઇકોન તરીકે સ્થાપિત રહ્યા છે. તે હંમેશા લોકજાગૃતિ કાર્યક્રમોનો ભાગ રહ્યો છે. તેણે હાલમાં જ આ સાથે જોડાયેલ એક કિસ્સો જણાવ્યો હતો કે એક વખત તમાકુ કંપનીએ તેને બ્લેન્ક ચેક આપ્યો હતો અને તે તેની પ્રોડક્ટને પ્રમોટ કરવા માંગતી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી.

મહારાષ્ટ્રમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં આ ઘટનાનો ખુલાસો કરતાં સચિને કહ્યું, “જ્યારે મેં ભારત માટે રમવાનું શરૂ કર્યું ત્યારે મેં મારું સ્કૂલિંગ પૂરું કર્યું હતું. મને ત્યારથી જ ઘણી પ્રમોશનલ ઑફર્સ મળવા લાગી હતી. પણ મારા પિતાએ મને કહ્યું કે તું ક્યારેય તમાકુ ઉત્પાદનોને પ્રમોટ નહીં કરે. ઘણી કંપનીઓએ પણ મને આવું ઑફર કરી હતી. મને બ્લેન્ક ચેક આપી દીધો હતો. પરંતુ મેં તેને નકારી કાઢ્યો હતો. સચિને વધુમાં જણાવ્યું હતું કે, “મને તમાકુ કંપનીની ઘણી ઓફરો મળી હતી પરંતુ મેં તેને આજદિન સુધી સ્વીકારી નથી. મેં મારા પિતાને આપેલું વચન આજ સુધી તોડ્યું નથી. તેમણે કહ્યું હતું કે તું ઘણા લોકોનો રોલ મોડલ છો. તમે જે કરશો તે દુનિયા કરશે. , તેથી ક્યારેય તમાકુ અથવા આલ્કોહોલ જેવી વસ્તુઓનો પ્રચાર કરવો નહીં.”

તમને જણાવી દઈએ કે સચિન સિવાય કપિલ દેવ, વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર અને ક્રિસ ગેલ જેવા મહાન ક્રિકેટરો તમાકુ ઉત્પાદનોને પ્રમોટ કરે છે. જ્યારે કપિલ દેવ જએવા ક્રિકેટર પોતે હૃદય રોગથી પીડિત છે અને સુનીલ ગાવસ્કર 73 વર્ષના છે. સચિને નિઃશંકપણે આવા અનેક ક્રિકેટરોને અરીસો બતાવ્યો છે. મહાન ક્રિકેટર સચિને ભારત માટે 200 ટેસ્ટ, 463 ODI અને 1 T20 મેચ રમી છે. આ મેચોમાં સચિને અનુક્રમે 15921, 18426 અને 10 રન બનાવ્યા છે. આ ત્રણ ફોર્મેટ સહિત સચિને અત્યાર સુધીમાં કુલ 100 સદી ફટકારી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ કુસ્તીબાજોના સપોર્ટમાં આવી
Next articleWTCની ફાઇનલ મેચ રદ થાય, તો કોણ વિજેતા? શું છે ICCના નિયમ