Home ગુજરાત સચિન જીઆઇડીસીમાં ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી

સચિન જીઆઇડીસીમાં ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી

43
0

સુરતના સચિન જીઆઇડીસીના ખુલ્લા મેદાનમાં સવારે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાંસો ખાધેલી હાલતમાં આ યુવક ઝાડ પર લટકતો હોવાનું જણાય આવતા સ્થાનિક રાહદારીઓએ પોલીસને જાણ કારી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં સવારે એક ઝાડ પર અટકતા યુવકની લાશ મળી આવી છે. સચિન જીઆઇડીસી વિસ્તારના ખુલ્લા મેદાનમાં રહેલા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક યુવક લટકતો મળી આવ્યો હતો.

સવારે સ્થાનિક રાહદારીઓ આ વિસ્તારમાંથી પસાર થતા યુવકને ઝાડ પર લટકતી હાલતમાં જોયો હતો. જેને લઇ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા સચિન જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતા જ સચિન જીઆઇડીસી પોલીસ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચી પોલીસે લોકોની ભીડની વચ્ચે યુવકના મૃત દેને ઝાડ પરથી નીચે ઉતારી હતો. પોલીસે યુવકના મૃતદેહ માંથી તેની ઓળખ અંગેના પુરાવા માટેની તપાસ કરી હતી.

પરંતુ પોલીસને મરનાર યુવક પાસેથી કોઈ જ ઓળખ ને લગતા પુરાવા મળી ન આવતા હાલ પોલીસ યુવકની ઓળખ ની દિશામાં સૌપ્રથમ તપાસ કરી રહી છે. સચિન જીઆઇડીસીના ખુલ્લા મેદાનના ઝાડ પરથી મળેલો યુવક નો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહને લઈ અનેક સવાલ ઊભા થયા છે. યુવકની હત્યાના ઇરાદે કોઈએ તેને ઝાડ પર લટકાવ્યો છે કે સ્વયમ આત્મહત્યાના ઈરાદે ઝાડ પર લટક્યો છે તે હાલ કહી શકાય તો નથી.

હાલ તો પોલીસે યુવકનો મૃતદેને ઝાડ પરથી ઉતારી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મરવા પાછળનું સાચું કારણ જાણી શકાશે. જોકે હાલ તો આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field