Home મધ્ય ગુજરાત અમદાવાદ સગીરા પર બળજબરીથી દુષ્કર્મ ગુજારવા મામલે અમદાવાદની સાબરમતી પોલીસ પાટણના યુવકની ધરપકડ...

સગીરા પર બળજબરીથી દુષ્કર્મ ગુજારવા મામલે અમદાવાદની સાબરમતી પોલીસ પાટણના યુવકની ધરપકડ કરી

19
0

(જી.એન.એસ) તા. 5

અમદાવાદ,

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સગીરા પર બળજબરીથી દુષ્કર્મ ગુજારવા મામલે પોલીસ ગુનો નોંધાયો હતો અને આ મામલે સાબરમતી પોલીસ અધિકારીઓ દ્વારા પાટણના યુવકની ધરપકડ કરી છે. સગીરા સાથે મિત્રતા કરી આરોપીએ અવારનવાર ધાકધમકીઓ આપી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અંતે આ મામલે ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

સાબરમતી પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપી યુવકનું નામ મુસ્તાક ફકીર હાજીશા ફકીર છે. સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સાબરમતી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય સગીરા ચાર વર્ષ પહેલા તેની માતા સાથે માસીના ઘરે પાટણ ગઈ હતી. જ્યાં પાડોશમાં રહેતા આરોપી મુસ્તાક ફકીર સાથે ઓળખાણ થતા આરોપીએ સગીરાનો નંબર મેળવ્યો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આશરે ત્રણ વર્ષ પહેલાં આરોપી અમદાવાદ આવ્યો હતો અને સગીરાને ફોન કરીને મળવા જણાવ્યું હતું. જે સમયે સગીરા ઘરે એકલી હોય આરોપીએ તેના ઘરમાં આવી તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેણે આ બાબતે કોઈને પણ જાણ કરશે તો તેને અને પરિવારને જાનથી મારી નાખશે તે પ્રકારની ધમકી આપી હતી, જેના કારણે સગીરા ડરી જતા પરિવારને કે પોલીસને જાણ કરી ન હતી. જે બાદ આરોપી અવારનવાર અમદાવાદ આવતો હતો અને ઘરકામ કરતી સગીરાને ફોન કરી મળવા બોલાવીને સરદારનગર પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો અને બાદમાં તેને પરત કામના સ્થળે મૂકી જતો હતો. આ બાબતોથી કંટાળીને સગીરાએ તેની સાથે વાત કરવાનું બંધ કરતાં આરોપીએ સગીરાના પરિવારજનોને ફોન કરવાનું શરૂ કર્યું હતું.અંતે આ બધી બાબતોથી કંટાળી ભોગ બનનારે આ મામલે સાબરમતી પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી રીક્ષા ચાલક હોય તેવી હકીકત તપાસમાં ખુલી છે, જોકે આરોપીએ ધાક ધમકીઓ આપી દુષ્કર્મ ગુજાર્યું હોય સાબરમતી પોલીસે આરોપી સામે પુરાવાઓ એકત્ર કરી તેની વધુ તપાસ ચાલુ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું અનુપાલન ફરજિયાત
Next articleરાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટ ચૂંટાયા